ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 4 એપ્રિલ 2024 (00:58 IST)

Guruwar Na Upay - કોશિશ કરવા છતાં પૈસા હાથમાં ટકતા નથી? ગુરુવારે કરો 5 સરળ ઉપાય, ભગવાન વિષ્ણુની કૃપાથી દૂર થશે સમસ્યા

Guruwar Na vastu Upay : ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. તેમજ પૈસા, દેવું, રીલેશન અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ગુરુવારની પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો, પીળા ફૂલ, કેળા, પંચામૃત, તુલસીના પાન, ચણાની દાળ અને ગોળ અર્પણ કરવા જોઈએ, તેના વિના આ પૂજા અધૂરી માનવામાં આવે છે.   હિન્દુ ધર્મમાં, ભગવાન વિષ્ણુ બ્રહ્માંડના પાલનહાર છે. આવી સ્થિતિમાં આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા વરસે છે. જો કે ગુરુવારથી સંબંધિત ઉપાય કરશો તો જ તેનો લાભ મળશે. આવો જાણીએ  જ્યોતિષ અનિરુદ્ધ જોશી પાસેથી ગુરુવારે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે-
 
ગુરૂવારનું વ્રત -  ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ગુરુવારનું વ્રત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યોતિષ અનુસાર ગુરુવારે આખો દિવસ ઉપવાસ કરવાથી ભગવાનની કૃપાથી તમારા અટકેલા કામ પૂર્ણ થાય છે. જો તમે આખો દિવસ ઉપવાસ ન રાખી શકો તો તમે દિવસમાં માત્ર એક જ વાર ભોજન પણ કરી શકો છો.
 
પીળા વસ્ત્રો પહેરોઃ ગુરુવારે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના વસ્ત્રો પહેરી શકાય છે. જો તમે પીળા કપડા નથી પહેરી શકતા તો પીળા રંગનો રૂમાલ અથવા કોઈપણ કપડું તમારી સાથે રાખી શકો છો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે.
 
મંત્રનો જાપ કરોઃ જ્યોતિષ અનુસાર કોઈપણ પ્રકારની પૂજા મંત્રો વિના અધૂરી માનવામાં આવે છે. તેવી જ રીતે ગુરુવારે પણ મંત્રોચ્ચાર કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે બૃહસ્પતિ એ ગુરુનું સંસ્કૃત નામ છે, જેને ગુરુવારનો શાસક ગ્રહ માનવામાં આવે છે. ગુરુવારે બૃહસ્પતિ મંત્રનો જાપ કરવાથી તમારી કર્જની સમસ્યા દૂર થઈ શકે છે.
 
મંદિરમાં જાવ  જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો તમારે ગુરુવારે મંદિર જવું જોઈએ. તેનાથી પૈસાની સમસ્યા દૂર થાય છે. જો કે તમે કોઈપણ મંદિરમાં જઈ શકો છો, પરંતુ વિષ્ણુ મંદિર અથવા ગુરુને સમર્પિત મંદિરમાં જવું વધુ ફાયદાકારક રહેશે. 
 
પીળી વસ્તુઓનું દાન કરોઃ ગુરુવારે વ્રત કરનારા ભક્તો ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ અર્પણ કરે છે.  આ વસ્તુઓનું દાન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમે ગુરુવારે કોઈપણ ગરીબને ભોજન, કપડાં અથવા પૈસા દાન કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું, હળદર, ચણા, પીળા ફળ અને ગોળ જેવી પીળી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.