Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Ganesh Chaturthi વિશેષ - મગની દાળના મોદક

Updated: શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (17:31 IST)
સામગ્રી - 2 કપ મગની દાળ, 50 ગ્રામ ગોળ, 1 ચમચી ઇલાયચી દાણા, 2 ચમચી ખાંડ(દળેલી) 1 કપ દૂધ, 1 ચમચી મીઠું, 3 કપ ચોખાનો લોટ, 4 કપ પાણી. 
 
બનાવવાની રીત - એક મોટી કઢાઈમાં 1 કપ પાણી લો અને તેમાં ગોળ મિક્સ કરો અને જ્યાંસુધી તે ઘટ્ટ ન થઇ જાય ત્યાંસુધી ગરમ કરો. 
 
હવે તેમાં અડઘો કપ દૂધ અને ઇલાયચીના દાણા નાંખો અને સામાન્ય આંચ પર 2-3 મિનિટ સુધી રાંધો. હવે કઢાઈમાં મગની દાળ અને 1 કપ પાણી નાંખો. કઢાઈ પર ઢાંકણ લગાવી દો અને લગભગ 7 મિનિટ સુધી મધ્યમ મધ્યમ આંચ પર રાંધો. જો કઢાઈમાં વધુ પાણી હોય તો તેને મોટી આંચ કરીને બાળી દો. 
 
ત્યાંસુધી ચોખાના લોટમાં ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરો. ત્યારબાદ દૂધ અને 1 કપ ગરમ પાણી મિક્સ કરો અને લોટ બાંધી લો.
હવે લોટમાંથી લુઆ પાડી તેને હથેળી પર રાખી સપાટ કરી લો. પછી તેમાં મગની દાળની સામગ્રી ભરો અને મોદકનો આકાર આપો.
 
આ રીતે બધી સામગ્રીમાંથી મોદક તૈયાર કરો અને એક સ્ટીલના વાસણમાં રાખો. હવે પ્રેશર કૂકરમાં 4 કપ પાણી નાંખો અને તેમાં મોદક ભરેલું સ્ટીલનું વાસણ મૂકી દો. ચાર સીટી વાગે ત્યાંસુધી મોદક બાફી લો. જ્યારે વરાળ બહાર નીકળી જાય એટલે કૂકરનું ઢાંકણું ખોલી લો. તૈયાર છે ગણપતિદાદા માટે પ્રસાદ.

વધુ જુઓ..

ગુજરાતને Global Capability Hub બનાવવાની દિશામાં મોટું પગલું, GCC Policy 2025-30ની નવી ગાઇડલાઇન જાહેર

શાળાઓમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત, UPI અને RuPayથી થશે ફી સહિતની ચૂકવણી

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી, પીળો ચેતવણી જારી; દેશના આ ભાગોમાંથી ચોમાસું પીછેહઠ કરી ચૂક્યું છે.

એશિયન ગેમ્સમાં ભારતીય મેંસ હોકી ટીમે રચ્યો ઈતિહાસ, મલેશિયાને 5-1 થી હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

કોઈ પટેલ, બનિયા કે બ્રાહ્મણ માથા પર મેલુ ઉપાડશે તો 50 હજાર આપીશ.. ગુજરાતમાં શંકર સિંહ વાઘેલાએ અનામત પર ફોડ્યો બોમ્બ

વધુ જુઓ..

સર્વપિતૃ અમાવસ્યા 2026 - પિતૃ દોષ દૂર કરવાની સૌથી ઉત્તમ તક, હાથમાંથી જવા ન દેશો.. જરૂર કરો આ 5 દાન

માતૃ નવમી ક્યારે છે, 4 કે 5 ઓક્ટોબર? આ દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો પિતૃ પક્ષમાં આ તિથિનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

પિતૃ પક્ષામાં આ વસ્તુઓનું જરૂર કરો દાન, પ્રસન્ન થઈને પૂર્વજ આપશે સુખ સમૃદ્ધિનો આશિર્વાદ

આગળનો લેખ
Show comments