ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By

ચોકલેટ મોદક

સામગ્રી : 
૧ કપ ચોખાનો લોટ
૧ ચમચી તેલ
૧/૪ કપ જેટલો ચોકલેટ સિરપ
૧/૨ કપ ચોકલેટની છીણ
૩/૪ કપ કોકોનટની છીણ
ચપટી મીઠું

* કડાઈમાં પાણી ઉકાળી તેમાં ચપટી મીઠું અને તેલ ઉમેરો અને ચોખાનો લોટ એડ કરો.

બે વખત સીટી વાગ્યા બાદ કૂકર ખોલો અને મિશ્રણ પર પાણી રેડો. કૂકરને ફરી ઢાંકી દો. ફરીથી સિટી વગાડીને મિશ્રણને એક થાળીમાં બરાબર મિક્સ કરો. કણકમાંથી સરખા માપના આઠ લુ્આ બનાવો. પૂરણ બનાવવા માટે કોકોનટ, ચોકલેટ સિરપ અને ચોકલેટની છીણને મિક્સ કરો.

* લૂઆને હાથ વડે રોટલી જેમ ચપટો બનાવો. પૂરણને તેમાં ભરી દો. ત્યારબાદ લૂઆને કોન જેવો આકાર આપો. ત્યારબાદ મોદકને કાણાવાળી ડિશમાં મૂકો અને કૂકરમાં સિટી લગાવ્યા વગર ૧૦-૧૧ મિનિટ જેટલું રહેવા દો.