Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેલેંટાઈન કોની સાથે ઉજવવો?

વર્ષમાં માત્ર એક જ વખત આવતો પ્રેમનો એકરાર કરવાનો દિવસ એટલે વેલેંટાઈન ડે. આ દિવસે મોટા ભાગના લોકો માને છે કે પ્રેમીઓ એકબીજા દિલની વાત એકબીજાની સમક્ષ ખુલ્લી મુકે છે. ઘણાં લોકો તો આ ડે ઉજવવાનો પણ પ્રતિબંધ કરે છે. પણ એવું તે શું છે ખરાબ આ ડેની અંદર કે તમે તેનો વિરોધ કરી રહ્યાં છો? આખરે વેલેંટાઈનનો અર્થ તો સમજો.

વેલેંટાઈન ડે એટલે માત્ર પ્રેમી જોડીઓ જ પોતાના પ્રેમને એકબીજાની સામે ખુલ્લો કરી શકે છે એવું નથી હોતું. આ દિવસને માતા-પિતા, બાળકો, ભાઈ-બહેન, મિત્રો પણ એકબીજાની પ્રત્યેના પોતાના પ્રેમને દર્શાવી શકે છે. પ્રેમ શુદ્ધ છે અને તેનો કોઈ પ્રકાર નથી હોતો. તે દિવસે તમે તમારા પેરેંટસને કેટલો પ્રેમ કરે તે તેમને જણાવી શકો છો. આ દિવસે તમે તેમને તેમની ગમતી રેસ્ટોરેંટમાં લઈ જઈને જમવાનું જમાડો અથવા તો તેમને જે વસ્તુ પસંદ હોય તે ઘરે બનાવીને તેમને ખવડાવો. આ ઉપરાંત તેમને ગમતી વસ્તુ પણ તેમને આપી શકો છો. પછી જુઓ તેમના ચહેરા પરનું સ્મિત અને તેમની આંખમાં ભરાઈ આવતાં ખુશીના આંસુ.

  N.D
વેલેંટાઈનનો અર્થ તે નથી કે તેને તમે તમારા પાર્ટનર કે પ્રેમી સાથે જ ઉજવી શકો છો. આ તો પ્રેમનો દિવસ છે, આ દિવસે પ્રેમ વહેંચો. સાચા પ્રેમની અનુભુતિ કરવી હોય તો અનાથ આશ્રમના બાળકોને સુંદર ગીફ્ટ અને તેમને ભાવતી વસ્તુઓ તેમને આપો. પછી જુઓ તેમના હૃદયમાં તમારા માટે કેટલો પ્રેમ ઉભરાઈ આવે છે. શું આને તમે વેલેંટાઈન ડે ન કહી શકો?

તમારા બાળકોને તેમને ગમતી જગ્યાએ લઈ જઈને તેમની સાથે થોડોક સમય પસાર કરો. તેમની સાથે ખુબ જ મસ્તી કરો. તેમની ભાવતી વસ્તુઓ આપો. પછી જુઓ તેમના ચહેરા પરની ખુશી. તેઓ એટલા બધા ખુશ થઈ જશે કે તેની તમે કલ્પના પણ નહી કરી શકો. શું આને તમે વેંલેંટાઈન ન કહી શકો?

કોઈ પણ વસ્તુને બરાબર રીતે સમજ્યા વિના તેનો વિરોધ કરતાં પહેલાં થોડોક વિચાર કરવો જોઈએ. જેમ સિક્કાની બે બાજુ છે તેમ દુનિયામાં પણ દરેક વસ્તુની બે બાજુ છે. તેથી આ દિવસને ખરાબ સમજવાની જગ્યાએ તેના સારા પહેલુંઓને જોતા આપણે પણ આ ખુશીના દિવસના રંગમાં રંગાઈ જવું જોઈએ. દરેક દિવસને વેલેંટાઈને ડે બનાવો અને ખુશીથી જીવો પછી જુઓ તમારી જીંદગી કેટલી બધી સુંદર બની જશે.

3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવા બદલ 65 વર્ષના એક વૃદ્ધને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.

આયરલેંડમાં ટીમ ઈંડિયાની હાર પર ભડક્યા અશ્વિન, બોલ્યા - દરેક વિકેટ IPL વિકેટ નથી હોતી

ચેતન સાથે ઉદયપુર ગઈ હતી સિયા, સગાઈ પહેલા અનેક દિવસ સાથે વિતાવ્યા, કેતન અગ્રવાલ પાસેથી કેમ લીધા 1 કરોડ ?

દિલ્હી-નોઇડામાં ફરી એક AC બ્લાસ્ટ, 22મા માળે ભીષણ આગ લાગી

કેબ ડ્રાઈવરે સિયા ગોયલનું 'સત્ય' ખુલાસો કર્યો: કેતનનો પાસપોર્ટ ચોરાઈ ગયો, તે બાલી કેમ જવા માંગતી ન હતી

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આજે સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા અને બિલ્વ ત્રિરાત્રીનો સંયોગ, જરૂર કરો આ સહેલા ઉપાય દૂર થશે દરેક અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જૂન 2026

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

આગળનો લેખ
Show comments