શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: જૂનાગઢ: , શનિવાર, 6 ફેબ્રુઆરી 2016 (16:00 IST)

વેલેંટાઇન-ડે માટે બૅંક પાસે માંગી લૉન

ગુજરાતના જૂનાગઢમાં એક બેંક અધિકારીએ વેલેંટાઇન ડેને એક તહેવાર ગણાવીને બેંક પાસેથી લૉન માટેની અરજી કરી હતી. આ અરજી હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. જૂનાગઢની સ્ટેટ બેંક ઑફ ઇંડિયામાં પ્રૉબેશરની ઑફિસરની પૉસ્ટ પર ફરજ બજાવતા દિગ્વિજય સિંહે બેંક પાસે વેલેંટાઇન ડે માટે લૉનની માંગણી કરતી અરજી કરી હતી. પરંતુ બેંકે આ અરજીને એવું કહીને ફગાવી દીધી હતી કે વેલેંટાઇ-ડે કોઇ તહેવાર નથી માટે તેની માટે લૉન બેંક આપી શકે નહીં.

બેંકમાં ફરજ બજાવતો હોવાના કારણે દિગ્વિજય સિંહે ફરીથી બેંકને અરજી કરી હતી અને આ વખતે તેણે વસંતપંચમીના તહેવાર માટે લૉનની માંગણી કરી હતી જેણે બેંકે માન્ય રાખી હતી. દિગ્વિજય સિંહનું કહેવું છે કે તેણે પોતાની જરૂરિયા માટે લૉનની માંગણી કરી હતી કોઇ પબ્લિસિટી માટે નહીં.

બેંકના અધિકારીઓએ જણાવ્યું કે બેંક તહેવાર માટે લૉન આપે છે પરંતુ વેલેંટાઇન-ડે, મધર્સ-ડે કે પછી ફાધર્સ-ડે માટે નહીં