1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2024 (12:54 IST)

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

preity zinta
preity zinta
ફિલ્મ દિલ સે  દ્વારા કરિયરની શરૂઆત કરનારી પ્રીતિ ઝિંટા બોલીવુડનુ જાણીતુ નામ છે. તેણે બોલીવુડમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો કરી છે. જેમા દિલ ચાહતા હૈ,  કલ હો ના હો, વીર જારા, કભી અલવિદા ના કહેના, જેવી અંક હિટ ફિલ્મો સામેલ છે. જો કે ડિંપલ ગર્લ લાંબા સમયથી અભિનયની દુનિયાથી દૂર છે. આવામાં આજે અમે તમારે માટે પ્રીતિ ઝિંટા સાથે જોડાયેલ એક એવા સમાચાર લઈને આવ્યા છે જેને સાંભળીને તમે ખુશ થઈ જશો. 
 
આ ફિલ્મ દ્વારા કમબેક કરી રહી છે પ્રીતિ ઝિંટા 
ઉલ્લેખનીય છે કે સમાચાર છે કે પ્રીતિ ઝિંટા હવે ફિલ્મોમાં કમબેક કરી રહી છે. જી હા બિલકુલ સાચુ સાંભળ્યુ તમે અને આ વાત અમે આમ જ નથી કરી રહ્યા. આ વાતની ચોખવટ અભિનેત્રીએ પોતે જ પોતાના પોસ્ટમાં કરી છે.  આ સાથે જ અભિનેત્રીએ એ પણ બતાવ્યુ કે કંઈ ફિલ્મ દ્વારા તે કમબેક કરવાની છે અને તેણે આ ફિલ્મનુ શૂટિંગ કરવુ પણ શરૂ કર્યુ છે.  પ્રીતિ જિંટાએ તાજેતરમાં જ આમિર ખાન પ્રોડક્શન હાઉસમા બની રહેલ ફિલ્મ લાહોર 1947 ના સ્ટે પરથી કેટલીક તસ્વીરો શેયર કરીને ફેંસને આ ગુડ ન્યુઝ આપ્યા છે. 
 
 
આ ફિલ્મોમાં જોવા મળી  પ્રીતિ ઝિંટા અને સની દેઓલની જોડી 
અભિનેત્રીએ જે પહેલી તસ્વીર શેયર કરી છે એ ફિલ્મના કલિપ બોર્ડની છે. જેના પર લાહોર 1947 લખ્યુ છે. ત્યારબાદ અભિનેત્રીએ રાજકુમાર સંતોષી સાથે પણ કેટલીક તસ્વીર શેયર કરી છે. જેમા બંને હસતા જોવા મળી રહ્યા છે. હવે અભિનેત્રીની આ તસ્વીર ઝડપથી વાયરલ થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમા સની દેઓલ લીડ રોલમાં છે. આવી સ્થિતિમાં ફેંસ એક લાબા સમયગાળા પછી પ્રીતિ ઝિંટા અને સની દેઓલ એકવાર ફરી પડદા પર જોવા માટે ખૂબ જ એક્સાઈડ લાગી રહ્યા છે.  આ પહેલા પ્રીતિ અને સની 'હીરોઃ લવ સ્ટોરી ઑફ અ સ્પાય', 'ફર્ઝ' અને 'ભૈયાજી સુપરહિટ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. પ્રીતિ છેલ્લે 'ભૈયાજી સુપરહિટ'માં જોવા મળી હતી. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. આવી સ્થિતિમાં આ અભિનેત્રી 6 વર્ષ બાદ ફરી એકવાર પોતાની એક્ટિંગ નો જાદુ વિખેરવા આવી રહી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Preity G Zinta (@realpz)