શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (17:24 IST)

બોલિવૂડ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટે સંભળાવી 2 વર્ષની જેલની સજા

Jamnagar court sentenced Bollywood director Rajkumar Santosh to 2 years in jail
બોલિવૂડમાં ઘાયલ અને દામિની જેવી ફિલ્મોના ડિરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટ દ્વારા ચેક બાઉન્સના એક કેસમાં સજા ફટકારવામાં આવી છે. મિત્ર પાસેથી લીધેલા 1 કરોડ રૂપિયા પેટે આપેલા 10 લાખના દસ ચેક આપેલા હતા, જે બેંકમાં બેલેન્સ ન હોવાને કારણે રિટર્ન થયા હતા.

આ મામલે જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા અને ચેક રિટર્નના ડબલ પૈસા જમા કરવા માટે આદેશ કર્યો છે. બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ સાથે મિત્રતા હતી. જે તે સમયે રાજકુમાર સંતોષીએ પૈસાની જરૂર હોવાથી અશોકલાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. આ માટે તેમણે રૂ.10 લાખના 10 ચેક અશોકલાલને આપ્યા હતા. જોકે નિયમ સમયમર્યાદામાં ફરિયાદીએ ચેક બેંકમાં જમા કરતા ખાતામાં પૈસા ન હોવાથી તે બાઉન્સ થયા હતા. આથી ફરિયાદીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી બદલ વકીલ મારફતે નોટિસ ફટકારી હતી.

જામનગરની નામદાર કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે ચુકાદો આપતા રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ 1 કરોડની સામે 2 કરોડ રૂપિયા જમા કરવા માટે આદેશ કર્યો છે.