બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (11:43 IST)

Randhir kapoor birthday- ટાઈમપાસનો સંબંધ લગ્ન સુધી પહોંચ્યો ત્યારે એક ભૂલ અને પછી છૂટા પડી ગયા

randhir kapoor birthday
Randhir Kapoor- હિન્દી સિનેમાનો સૌથી પ્રખ્યાત પરિવાર 'કપૂર પરિવાર' છે જેની ચાર પેઢીઓ હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં છે. પૃથ્વીરાજ કપૂર તેમના પુત્ર રાજ કપૂર છે અને તેમના ત્રણ પુત્રો રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર છે. આ ત્રણમાંથી રણધીર કપૂર જીવિત છે જે આ વર્ષે પોતાનો 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
 
રણધીર કપૂર 70 અને 80ના દાયકામાં પોતાની એક્ટિંગ કરિયરમાં ખૂબ જ સક્રિય હતા. તે દરમિયાન તેમની લવ સ્ટોરી શરૂ થઈ અને ટાઈમપાસથી શરૂ થયેલો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો, તેઓએ લગ્ન કરી લીધા અને પછી રણધીર કપૂર બબીતાથી અલગ રહેવા લાગ્યા.
 
લગ્નના થોડા વર્ષ પછી થયા અલગ 
બબીતા ​​અને રણધીરે લવ મેરેજ કર્યા હતા પરંતુ તેઓ 1988 માં જ જુદા થઈ ગયા. પણ તેમણે છૂટાછેડા લીધા નથી. બંને વચ્ચે સારી મિત્રતા છે અને તે પરિવારના ખાસ પ્રસંગો પર હાજરી આપે છે. એક ઇન્ટરવ્યુમાં, રણધીર કપૂરે તેની અંગત જિંદગી વિશે ઘણાં ખુલાસા કર્યા છે. રણધીરે કહ્યું કે 'તે મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેણે મને બે સુંદર બાળકો આપ્યા. અમે જવાબદાર વ્યક્તિના રૂપમાં ઉછર્યા અને નિર્ણય કર્યો કે આપણે અલગ રહીશુ. આપણે કોઈ દુશ્મન નથી. રણધીરે એમ પણ કહ્યું છે કે અમારી વચ્ચે કંઈ બદલાયું નથી.
 
રણધીરની દારૂ પીવાની ટેવથી હતી પરેશાન 
 
રણધીરે જ ખુલાસો કર્યો હતો કે બબીતા તેના દારૂ પીવાની ટેવથી પરેશાન થઈ ગઈ હતી. તે તેને પીવાની ના પાડતી રહેતી, જેને કારણે બંને વચ્ચે અંતર વધતુ ગયુ. રણધીર કહે છે કે તેને લાગ્યુ કે હુ એક ભયાનક માણસ છુ જે ખૂબ વધુ ડ્રીંક કરતો હતો અને ઘરે મોડો આવતો હતો. આ કેટલીક એવી વાતો હતી જે તે પસંદ નહોતી કરતી.  તે આ રીતે જીવવા નહોતી માંગતી.  અને હુ એ રીતે રહેવા નહોતો માંગતો જેવુ તે ઈચ્છતી હતી.  તેણે મને એ રીતે ન સ્વીકાર્યો જેવો હુ છુ. જ્યારે કે અમારા તો લવમેરેજ હતા. પણ ઠીક છે. અમારા બે વ્હાલા બાળકો છે. તેણે તેમનો સારી રીતે ઉછેર કર્યો છે. હવે તેઓ પોતાના કેરિયરમાં બેસ્ટ છે. એક પિતાના રૂપમાં બીજુ શુ જોઈએ. 
 
છુટાછેડા વિશે પૂછતા રણધીરે કહ્યુ કે છુટાછેડા કેમ ? ન તો હુ બીજા લગ્ન કરવા માંગતો હતો કે ન તો એ બીજા લગ્ન કરવા માંગતી હતી. 

Edited By-Monica sahu