બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (15:09 IST)

પ્રેગ્નેંટ છે 39 ની માહિરા ખાન લગ્નના 3 મહીના પછી સંભળાવી ખુશીના સમાચાર, પ્રથમ પતિથી 15 વર્ષનો દીકરો

mahira khan
Mahira Khan- પાકિસ્તાનની ફેમસ એક્ટ્રેસ માહિરા ખાન તેમની પ્રોફેશનલ લાઈફથી વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. માહિરા ખાનએ તાજેતરમાં બીજી વાર દુલ્હનિયા બની હતી. માહિરાએ સલીમ કરીમથી લગ્ન રચયા હતા. તેમના લગ્નની ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ હતી. 
 
તેમજ હવે સમાચાર આવી રહ્યા છે કે એક્ટ્રેસ જલ્દી જ મા બનવાની છે. હા, તમે તે સાચું સાંભળ્યું. માહિરા ખાન લગ્નના લગભગ 3 મહિના પછી ગર્ભવતી છે.
રિપોર્ટ અનુસાર, માહિરાની નિયત તારીખ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024 છે, જેના કારણે તેણે કામમાંથી બ્રેક લીધો છે. પ્રેગ્નન્સી પછી તે કામ પર પરત ફરશે. માહિરા અને સલીમે હજુ સુધી પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ કરી નથી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, દંપતી ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.
 
તેમના પ્રથમ લગ્નથી એક પુત્ર છે
માહિરા 2006માં લોસ એન્જલસમાં અલી અસ્કરીને મળી હતી. બંનેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને 2007માં લગ્ન કરી લીધા, જોકે માહિરાના પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. વર્ષ 2009માં માહિરા અને અલીને એક પુત્ર અઝલાન થયો હતો. તેમના લગ્નજીવનમાં ખટાશ આવી ગઈ અને 8 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. 2 ઓક્ટોબર 2023ના રોજ માહિરાએ સલીમ કરીમ સાથે સાદગીથી લગ્ન કર્યા. સલીમ એક બિઝનેસમેન છે. હવે માહિરા સલીમ કરીમના બાળકની માતા બનવા જઈ રહી છે.