રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 4 ફેબ્રુઆરી 2024 (01:03 IST)

Poonam Pandey Last video: છેલ્લીવાર આ પબ્લિક ઈવેંટમાં ગઈ હતી પૂનમ પાંડે, હવે વાયરલ થઈ રહ્યો છે વીડિયો

Poonam Pandey Died: પૂનમ પાંડેના મોતના સમાચારે બધાના હોશ ઉડાવી દીધા છે. મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey)ના મેનેજરે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અભિનેત્રીના મોતનો દાવો કર્યો છે.  પૂનમ પાંડેના નિધનનુ કારણ સર્વાઈકલ કેન્સર બતાવ્યુ છે. આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર લોકો ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન અમે તમને પૂનમ પાંડેનો અંતિમ વીડિયો અહી શેયર કર્યો છે.  જેમા તે એવોર્ડ ફંક્શનમાં સ્પોટ થઈ હતી. આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ ખુશ જોવા મળી. 
 
પૂનમ પાંડેનો અંતિમ વીડિયો 
આ વીડિયોને ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ શેયર કર્યો છે. વીડિયો શેયર કરતા તેમણે લખ્યુ કે આ પૂનમ પાંડેનો અંતિમ પબ્લિક અપીરિયંસ વીડિયો છે. આ વીડિયોમાં પૂનમ હંમેશાની જેમ પૈપરાજી સામે રેડ કાર્પેટ પર કિલર ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પોઝ આપતી જોવા મળી રહી છે. 




નોઘ - આ સમાચાર અમે પૂનમ પાંડેના ઓફીશીયલ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના પોસ્ટના આધારે લીધી હતી. પરંતુ બીજા દિવસે પૂનમ પાંડેએ પોતાના એ જ ઈન્સ્ટાગ્રામ પર જાતે હાજર થઈને વિડીયો દ્વારા જણાવ્યું કે તે જીવતી છે અને તેને કોઈ બિમારી નથી. તેને આ ફકત સર્વાઈકલ કેન્સરની અવેરનેસ લાવવા માટે કર્યું .