1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 4 ફેબ્રુઆરી 2024 (01:02 IST)

અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન, સર્વાઇકલ કેન્સરે લીધો જીવ.

poonam pandey death
- અભિનેત્રી પૂનમ પાંડેનું કેન્સરથી મોત
-આ બીમારીએ માત્ર 32 વર્ષની ઉંમરે અભિનેત્રીનો જીવ લીધો હતો
-ઈન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ
 
Actress Poonam Pandey passed away- પ્રખ્યાત અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. ખરેખર, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત હતી. આ બીમારીએ માત્ર 32 વર્ષની ઉંમરે અભિનેત્રીનો જીવ લીધો હતો. હવે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ પણ કરવામાં આવી છે જેમાં આ દુખદ સમાચારની જાણકારી આપવામાં આવી છે.

 
 
લોકઅપ (Lock Upp)માં જોવા માં આવી પૂનમ પાંડેના મેનેજરએ ઈંસ્ટા પર પોસ્ટ શેર કરતા લખ્યુ 'આજે ખૂબ જ મુશ્કેલ અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સર્વાઇકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમ ગુમાવી છે. જે પણ તેની સાથે હતા, બધાનો ખૂબ પ્રેમ મળ્યો. દુઃખના આ સમયમાં, અમે તમને અમારી ગોપનીયતાનું ધ્યાન રાખવાનું કહીએ છીએ. હવે પૂનમના ચાહકો આ પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
નોઘ - આ સમાચાર અમે પૂનમ પાંડેના ઓફીશીયલ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના પોસ્ટના આધારે લીધી હતી. પરંતુ બીજા દિવસે પૂનમ પાંડેએ પોતાના એ જ ઈન્સ્ટાગ્રામ પર જાતે હાજર થઈને વિડીયો દ્વારા જણાવ્યું કે તે જીવતી છે અને તેને કોઈ બિમારી નથી. તેને આ ફકત સર્વાઈકલ કેન્સરની અવેરનેસ લાવવા માટે કર્યું .