શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 24 એપ્રિલ 2024 (16:26 IST)

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

aarti singh
aarti singh



         

ગોવિંદાની ભત્રીજી અને રિયાલિટી શો બિગ બોસ 13માં જોવા મળેલી અભિનેત્રી આરતી સિંહ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંઘાય જશે.  આરતી હાલમાં તેની પ્રી-વેડિંગ સેરેમનીનો આનંદ માણી રહી છે. મંગળવારે રાત્રે આરતીનો સંગીત સમારોહ યોજાયો. અંકિતા લોખંડેથી લઈને રશ્મિ દેસાઈ સુધીના તમામ સેલેબ્સે આ ફંક્શનમાં ભાગ લીધો હતો. આરતી સિંહ ગુરુવાર, 25 એપ્રિલ, 2024 ના રોજ મુંબઈના બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કરવા જઈ રહી છે.




બોલીવુડના સુપર સ્ટાર રહી ચુકેલા ગોવિંદાની ભાણેજ છે આરતી સિંહ. 15 વર્ષથી એક્ટિંગની દુનિયામા છે. આરતી સિંહે પોતાના અભિનય કરિયરની શરૂઆત જી ટીવીના શો માયકા દ્વારા કરી હતી. 2007મા તેને માયકા સીરિયલમાં સોનીની ભૂમિકા ભજવી. 
 
ત્યારબાદ તે સ્ટાર પ્લસના શો ગૃહસ્થી માં રાનોની ભૂમિકા ભજવતી જોવા મળી. ત્યારબાદ તે થોડા હૈ બસ થોડે કી જરૂરત હૈ સીરિયલમાં મુગ્ધા બની. આરતી સિંહે અનેક મોટા રોલ કર્યા અને દર્શકોના દિલમાં સ્થાન બનાવતી ગઈ. 2011માં તેણે એકતા કપૂરના શો પરિચય નઈ જીંદગી કે સપનો કા.. મા સીમા ની ભૂમિકા ભજવી. પછી તેણે કલર્સ ટીવી ના ઉતરનમાં કજરીની ભૂમિકા ભજવી. 2014માં તે દેવો કે દેવ શો મા જોવા મળી.  ત્યારબાદ તે રિયાલિટી શો બોક્સ ક્રિકેટ લીગમાં પણ સામેલ રહી. 
 
પછી કોમેડી શો કિલર કરાઓકે, અટકા તો લટકા, કોમેડી ક્લાસેસ અને કોમેડી નાઈટ્સ બચાવો માં જોવા મળ્યા બાદ તે 2016મા સસુરાલ સિમર કા માં એક ભૂતની ભૂમિકા ભજવતી જોવા મળી.  ત્યારબાદ તેને 2016થી 2017 સુધી એંડ ટીવીની વારિસ માં અંબાના રૂપમાં મુખ્ય ભૂમિકા કરતી જોવા મળી.  2019માં તેણે રિયાલિટી શો બિગ બોસ 13માં ભાગ લીધો અને ચોથા રનર અપના રૂપમાં સામે આવી. 
 
બિઝનેસમેન છે આરતીનો ભાવિ પતિ દીપક ચૌહાણ 
 
આરતી સિંહ દીપક ચૌહાણ સાથે લગ્ન કરવા જઈ રહી છે. દીપક અને આરતી 1 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. દીપક ચૌહાણ ઈવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ કરે છે. બિગ બોસ ફેમ આરતી સિંહને મળ્યા બાદ બંને વચ્ચે નિકટતા વધી અને હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે