બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: રવિવાર, 14 એપ્રિલ 2024 (14:04 IST)

તારક મહેતાની અભિનેત્રીની બહેનનું નિધન

Tarak Mehta's actress sister passes away
Tarak Mehta Ka Oolta Chashma: TMKOC ફેમ જેનિફર મિસ્ત્રીની બહેનનું નિધનઃ એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતી, અભિનેત્રીએ કહ્યું- હું સાવ ભાંગી ગઈ છું
 
Tarak Mehta Ka Oolta Chashma: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન કૌર સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેની નાની બહેન ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતી જેની મૃત્યુ થઈ છે.  આ સમયે તેની પાસે કોઈ કામ પણ નથી. આવો જાણીએ આ વિશે અભિનેત્રીનું શું કહેવું છે.
 
પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીનું જીવન દુ:ખથી ઘેરાયેલું છે. અભિનેત્રીએ પહેલા જ શોને અલવિદા કહી દીધું છે. જેનિફર મિસ્ત્રી શો છોડ્યા બાદથી સતત સમાચારમાં છે. તેણે શોના નિર્માતા અસિત મોદી સામે મોરચો ખોલ્યો છે. જેનિફર સોશિયલ મીડિયા પર અસિત મોદી વિરુદ્ધ સતત વીડિયો શેર કરી રહી છે. જ્યારે જેનિફર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડીને બેરોજગાર છે, જેનિફરની બહેન વેન્ટિલેટર પર હતી છે અને તેના નાના ભાઈનું પણ નિધન થયું છે. ત્યારે તેની બહેનનુ પણ નિધન થઈ ગયુ છે.