મંગળવાર, 7 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2023 (00:31 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah માં દિશા વાકાણી કરશે કમબેક, શોમાં ફરી જોવા મળશે દયાબેન?

Taarak Mehta  ka ooltah chashmah
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પરનો સૌથી લોકપ્રિય શો છે. આ શો 15 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ 2008માં પ્રસારિત થઈ હતી. ત્યારથી જ ચાહકો આ શોને ખૂબ પસંદ કરે છે. સ્ટોરીલાઇનથી લઈને સ્ટાર કાસ્ટ સુધી બધું જ પરફેક્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે.
 
જોકે, આ શો ઘણી વખત વિવાદોમાં પણ ઘેરાયેલો રહ્યો હતો. ઘણા કલાકારોએ શો છોડી દીધો અને કેટલાકે તો સિરિયલના મેકર્સ પર ગંભીર આરોપો પણ લગાવ્યા. આ શોમાં ઘણા કલાકારોના રિપ્લેસમેન્ટ પણ આવ્યા છે. જો કે, દયાબેનના પાત્ર માટે હજુ સુધી કોઈ નવા કલાકારની પસંદગી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી આ શોમાં દયાબેનના રોલમાં જોવા મળી હતી..
  
આપ સૌ જાણો છો કે  દિશા વાકાણીએ થોડા વર્ષો પહેલા મેટરનિટી લીવ લીધી હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. તે માત્ર એક જ વાર એપિસોડમાં જોવા મળી હતી. ફેન્સ તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે. વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે અને નિર્માતાઓ તેના સ્થાને નવો ચહેરો શોધી રહ્યા છે. જો કે, હવે નવા અહેવાલો છે કે દિશા વાકાણી શોમાં પરત ફરી શકે છે.
 
પિંકવિલાના સમાચાર મુજબ, દિશા વાકાણી આ વર્ષે દિવાળી સુધીમાં શોમાં પરત ફરી શકે છે. ફેન્સ માટે ખુબ જ ખુશીના સમાચાર છે. જો કે, આ અહેવાલોને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
 
શોમાં ચાલી રહ્યો છે આ ટ્રેક 
શોના લેટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો જેઠાલાલ દયાબેનને ખૂબ મિસ કરી રહ્યા છે. તે દયાને ગોકુલધામમાં પાછી જોવા માંગે છે. જેઠાલાલ દયાના પાછા ફરવા માટે મક્કમ છે. આના પર સુંદરે જાહેરાત કરી છે કે દયા ટૂંક સમયમાં ગોકુલધામમાં જોવા મળશે.