Biodata Maker
✕

વાસ્તુ અપનાવો ધન વધારો

Updated: ગુરુવાર, 19 ડિસેમ્બર 2013 (13:06 IST)
દરેક વ્યક્તિ મહેનતથી કમાયેલા ધનને સુરક્ષિત રાખવા માંગે છે અને સાથે સાથે તેવું પણ ઈચ્છે છે કે તેમાં દિવસે દિવસે વધારો થાય. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પૈસા, આભુષણ, કિંમતી વસ્તુઓ, અને જરૂરી કાગળો વગેરેને સુરક્ષિત રાખવા માંગે છે. ધન રાખવા માટે ઉત્તર દિશાને સૌથી શુભ માનવામાં આવે છે કેમકે ઉત્તર દિશાનો સ્વામી ધનનો દેવતા કુબેર છે.

ઉત્તર દિશા :
ઘરની આ દિશામાં કેશ તેમજ આભુષણો જે તિજોરીની અંદર રાખો છો તે તિજોરી મકાનની અંદર ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણની દિવાલથી લગાવીને રાખવી જોઈએ. આ રીતે રાખવાથી તિજોરી ઉત્તર દિશા તરફ ખુલશે અને તેમાં મુકવામાં આવેલ પૈસા અને આભુષણી અંદર હંમેશા વધારો થતો રહેશે.

ઈશાન ખુણો :
અહીંયા પૈસા, ધન અને આભુષણ રાખવામાં આવે તો તે દર્શાવે છે કે ઘરનો મુખી બુદ્ધિમાન છે અને જો આને ઘરના ઉત્તર ઈશાનમાં મુકીએ તો ઘરની એક કન્યા સંતાન અને જો પૂર્વ ઈશાનમાં મુકીએ તો એક પુત્ર સંતાન બુદ્ધિમાન અને પ્રસિદ્ધ બને છે.

પૂર્વ દિશા :
અહીંયા ઘરની સંપત્તિ અને તિજોરી મુકવી ઘણી શુભ હોય છે અને આની અંદર વધારો થતો રહે છે.

અગ્નિ ખુણો :
અહીંયા ધન રાખવાથી ધન ઘટે છે કેમકે ઘરના મુખીયાની આવક ઘરના ખર્ચાઓથી ઓછી હોવાને લીધે દેવાની સ્થિતિ આવી પડે છે.

દક્ષિણ દિશા :
દક્ષિણ દિશામાં ધન, સોનું, ચાંદી અને આભુષણો રાખવાથી નુકશાન તો થાય જ છે સાથે સાથે પ્રગતિ પણ નથી થતી.

નૈઋત્ય ખુણો :
અહીંયા ધન, મોંઘો સામન અને આભુષણો રાખવામાં આવે તો તે ટકી રહે છે, પરંતુ એક વાત અવશ્ય રહે છે કે આ ધન અને સામાન ખોટી રીતે કમાયેલ હોય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ઉત્તર પ્રદેશમાં સપા-કોંગ્રેસ વચ્ચે સીટ વહેચણી પર મોટા સમાચાર, અખિલેશ બોલ્યા - 'જે પાર્ટી જીતવાની સ્થિતિમાં હશે, તેને તે સીટ મળી જશે'

ચાંદીના ભાવમાં મોટો કડાકો! એક જ ઝટકામાં ₹5,700 સસ્તી થઈ, સોનામાં પણ ઘટાડો યથાવત્; 16 નવેમ્બરના લેટેસ્ટ ભાવ જાણો

શેરબજારમાં સપ્તાહની શરૂઆત મજબૂત રહી છે, સેન્સેક્સ ૫૬૭ પોઈન્ટ ઉછળ્યો છે; આઈશર મોટર્સ અને ભારતી એરટેલ ટોચના લાભાર્થી બન્યા છે

Cyclone Akwan Alert: ચક્રવાતી વાવાઝોડું 'એક્વાન' આવી રહ્યું છે, જાણો ક્યારે અને ક્યાં ત્રાટકશે?

કાનપુર એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી મહિલા અને કિશોરનું મોત, 8 લોકોને બચાવી લેવામાં આવ્યા

Show comments