રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 31 મે 2018 (15:01 IST)

શુ તમારા જીવનમાં શાંતિ નથી ? તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

જીવનમાં શાંતિ નથી તો કશુ જ નથી. ક્યારેક ક્યારેક પૈસા અને પ્રતિષ્ઠા હોવા છતા પણ મન અશાંત રહે છે.  ઘરમાં કોઈને કોઈ વાત પર ક્લેશ કાયમ રહે છે. જો આવુ થઈ રહ્યુ છે તો આનુ કારણ ઘરમાં જ હાજર કોઈ વાસ્તુદોષ તો નથી.  આવો જાણીએ કેટલાક સહેલા વાસ્તુ ઉપાય વિશે. જેનાથી આપણા જીવનમાં શાંતિનો સંચાર થઈ શકે છે. 
 
-  એવુ કહેવાય છે કે સૂર્યાસ્ત પછી સ્ત્રીઓએ માથુ ન ઓળવુ જોઈએ 
-  શયન કક્ષમાં ક્યારેય મદિરાપાન ન કરો. આવુ કરવાથી રોગી થવાનો ભય રહે છે.  
- ઘરમાં જાળા ન લાગવા દેશ્હો. તેનાથી માનસિક તનાવ ઓછો થાય છે.

- દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવો. તેનાથી ક્રોધ પર નિયંત્રણ રહે છે. ઘરમાં સૂર્યનો પ્રકાશ આવવો ખૂબ જ જરૂરી છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 
- ઘરના મુખ્ય દ્વારનો રંગ કાળો ન હોવો જોઈએ. દરવાજા અને બારી પર પણ કાળો રંગ ન લગાવો. 
- કિચનમાં આગ અને પાણી સાથે ન મુકવા જોઈએ. 
- કિચનમાં કાળો પત્થર ન મુકશો. 
- ઘરમાં તૂટેલા વાસણ કે તૂટેલો પલંગ ન મુકવો જોઈએ 
- જમ્યા પછી એંઠી થાળી લઈને વધુ સમય સુધી બેસી ન રહેવુ જોઈએ. 
- ઘરના દરવાજા સામે કચરો ભેગો ન થવા દો. ઘરમાં કપૂરનો ધુમાડો કરો. તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે.