Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા ઘરમા પણ વારેઘડીએ તૂટી રહી છે આ વસ્તુઓ ? ક્યાક ભારે વાસ્તુ દોષ તો નથી ને, તરત જ કરો સનાતન ધર્મનો આ સહેલો ઉપાય નહી તો રિસાય જશે લક્ષ્મી

Updated: શુક્રવાર, 29 મે 2026 (18:06 IST)
Remedies for Things Breaking in House
ઘરમાં અચાનકથી કોઈ વસ્તુ પડીને તૂટી જવી એ સામાન્ય બાબત લાગી શકે છે. પરંતુ  વસ્તુઓ તૂટવી એ ગ્રહ દોષો અથવા નકારાત્મક ઉર્જાનો સંકેત હોઈ શકે છે. શનિ અને રાહુના અશુભ પ્રભાવને કારણે થતી આ સમસ્યાના કારણો અને બચાવના અસરકારક વાસ્તુ ઉપાયો વિશે જાણો. ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે પુનઃસ્થાપિત કરવી તે વિશે આ લેખમાં વિગતવાર વાંચો.
ALSO READ: Vastu Tips - વાસ્તુશાસ્ત્ર અનુસાર, કાચની વસ્તુઓ મુકવા માટે કંઈ દિશા હોય છે સૌથી શુભ ?
 
ઘરમાં અચાનક કંઈક પડીને તૂટી જવું સામાન્ય લાગે છે, પરંતુ જો આવુ  વારંવાર થાય છે, તો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં તેને ગંભીર સંકેત માનવામાં આવે છે. કાચના વાસણો, અરીસાઓ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અથવા સુશોભન વસ્તુઓનું વારંવાર તૂટવું એ ઘણીવાર નકારાત્મક ઉર્જા અથવા ગ્રહ દોષોનુ કારણ માનવામાં આવે છે. આ સમસ્યા ખાસ કરીને શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહોના અશુભ પ્રભાવને કારણે વધુ વિકટ બની જાય છે. 
 

વારંવાર વસ્તુઓ તૂટવાના જ્યોતિષીય કારણો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઘરમાં વારંવાર વસ્તુઓ તૂટવી એ મુખ્યત્વે શનિ અને રાહુ-કેતુ દોષો સાથે સંકળાયેલું છે. શનિ કર્મફળનો ગ્રહ છે. જ્યારે શનિ કુંડળીમાં નબળો અથવા પીડિત હોય છે, ત્યારે ઘરમાં લોખંડ, કાચ અને ભારે વસ્તુઓ તૂટવાની ઘટનાઓ વધે છે. રાહુ અને કેતુ છાયા ગ્રહ છે, જે અચાનક થતી ઘટનાઓ અને ભ્રમ માટે જવાબદાર માનવામાં આવે છે. તેમના વધતા પ્રભાવથી ઘરમાં અસ્થિરતા અને નુકસાન થાય છે.
 

શનિ દોષ અને તેનો પ્રભાવ

શનિ દોષવાળા ઘરોમાં, ઘણીવાર એવું જોવા મળે છે કે લોખંડની વસ્તુઓ, અરીસાઓ અથવા કાચના વાસણો કારણ વગર તૂટી જાય છે. જો શનિની સાડે સતી કે ઢૈય્યા  ચાલતી હોય તો આ સમસ્યા વધુ વિકટ બની જાય છે. શનિ ન્યાયનો ગ્રહ છે, તેથી તે વ્યક્તિને તેના કાર્યોનું પરિણામ આપે છે. જો પૂર્વ જન્મમાં વર્તમાન જીવનમાં કોઈ ભૂલો કરી છે તો,  શનિ આ ઘટનાઓ દ્વારા એનો સંકેત આપે છે.
ALSO READ: Vastu Tips: ઘરની અંદર ક્યારેય ન હોવી જોઈએ આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય અને દરિદ્રતાનુ બને છે કારણ

રાહુ-કેતુનો નકારાત્મક પ્રભાવ  

રાહુ અને કેતુનો દોષ હોય તો ઘરમાં અચાનક વસ્તુઓ ખરાબ થવી કે તૂટવી નોર્મલ થઈ જાય છે. રાહુ ભ્રમ અને અસ્થિતા લાવે છે.  જ્યારે કેતુ અલગ થવુ અને રહસ્યમય ઘટનાઓનું કારણ છે. આ ગ્રહોના પ્રભાવને કારણે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વારંવાર ખરાબ થાય છે અને નાના-નાની દુર્ઘટનાઓ થતી રહે છે.  
 

નકરાત્મક ઉર્જાનો સંકેત 

જ્યોતિષ અને વાસ્તુ બંને અનુસાર, ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય તો વસ્તુઓ વારંવાર તૂટવા માંડે છે.  સતત તણાવ, સંઘર્ષ, નાણાકીય નુકસાન અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ આનો જ એક ભાગ હોઈ શકે છે. જો ઉત્તર-પૂર્વ દિશા ગંદી હોય, પૂજા સ્થાન અવ્યવસ્થિત હોય કે ઘરમા જૂની તૂટીલી વસ્તુઓ પડી હોય તો નકારાત્મક ઉર્જા વધે છે.
 
 

કંઈ વસ્તુઓ તૂટવાનો શુ મતલબ 

 
કાંચ કે અરીસો વારેઘડીએ તૂટવો - નેગેટિવ ઉર્જા કે રાહુ દોષનો સંકેત 
ઈલેક્ટ્રિક સામાન ખરાબ થવો - રાહુનો પ્રભાવ વધુ હોવાનો સંકેત 
ઘડિયાળ વારેઘડીએ બંધ પડવી કે અટકી જવી - સમય અને ભાગ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સંકેત 
લોખંડની કે ભારે વસ્તુઓ તૂટવી - શનિ દોષનુ મુખ્ય લક્ષણ 
 

આ ઉપાયોથી કરો બચાવ 

 
- ઘરની નિયમિત સફાઈ કરો અને તૂટેલી વસ્તુઓ ઘરની બહાર ફેંકી દો 
- અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી ઘરમાં પોતુ લગાવો, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે 
- શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દિવો પ્રગટાવો અને કાળા તલ, સરસિયાનુ તેલ અને લોખંડનુ દાન કરો. 
- રાહુ શાંતિ માટે બુધવારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરો કે હનુમાન ચાલીસા વાંચો 
- ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હંમેશા સ્વચ્છતા અને ઉજાશ રાખો. અહી જો પૂજારૂમ છે તો શ્રેષ્ઠ છે. 
- રોજ ઘરમાં અગરબત્તી કે ઘી નો દિવો પ્રગટાવો. તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે. 
 
ઘરમાં વારેઘડીએ વસ્તુઓ તૂટવી એ સામાન્ય ઘટના નથી. આ મોટેભાગે શનિ, રાહુ-કેતુ દોષ કે નકારાત્મક ઉર્જાનો સંકેત હોય છે. સમય રહેતા આ ઉપાયોને અપનાવીને તમે ઘરની સકારાત્મકતા વધારી શકો છો અને આવનારી પરેશાનીઓથી બચી શકો છો. યાદ રાખો જ્યોતિષ ઉપાયો સાથે સકારાત્મક વિચાર અને સારા કર્મ પણ જરૂરી છે. 
 
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Apple નો પહેલો ફોલ્ડેબલ iPhone લોન્ચ, બુક સ્ટાઈલ સાથે ડબલ કૈમરાવાળો, જાણો શું છે વિશેષ

ગાંઘીનગરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં દુર્ઘટના,કન્સ્ટ્રક્શન સાઈટ પર ક્રેન પડતા 10થી 15 જેટલા શ્રમિકો દબાયા

કેન્દ્રીય મંત્રી આઠવલેએ ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની VHPની માંગનો વિરોધ કર્યો અને તેનું કારણ સમજાવ્યું.

દારૂ પીધેલા પુરુષોને ખુલ્લામાં પેશાબ કરતા રોકવા બદલ એક વેપારીને માર મારીને હત્યા કરવામાં આવી.

ઓડિશાના જંગલમાં પાંચ વિદેશી ઓરંગુટાન મળી આવ્યા: વન વિભાગે તેમને બચાવ્યા. આ જીવો ભારતમાં કેવી રીતે પહોંચ્યા?

આગળનો લેખ
Show comments