Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દિશામાં સાવરણી મુકવી કરી શકે છે તમને કંગાલ, જાણો યોગ્ય રીત અને ન કરશો આ ભૂલ

Updated: શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (12:45 IST)
vastu tips
સાવરણીને મુકવાની યોગ રીત (best direction to keep broom) વિશે ઘણા લોકો જાણતા નથી. મોટાભાગના લોકો તેને પોતાના મન મુજબ ક્યાય પણ મુકી દે છે. પણ ક્યાય પણ અને ખાસ કરીને ખોટી દિશામાં તેને મુકવી અનેકવાર મુશ્કેલીઓને આમંત્રણ આપવાનુ કામ કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે કોઈપણ દિશામાં સાવરણી મુકવી તમારા પરિવારમાં વિવાદ વધારવા ઉપરાંત પૈસાની કમીનુ પણ કારણ બની શકે છે.  આ ઉપરાંત સાવરણી ખોટી દિશામાં મુકવી ઘરના વાસ્તુ દોષોનુ કારણ બની શકે છે. કેવી રીતે આવો જાણીએ. 
 
સાવરણી મુકવાની યોગ્ય દિશા શુ છે  
તમારે ઘરના ઉત્તર-પશ્ચિમ કે પશ્ચિમ ખૂણામાં પોતો અને સાવરણી મુકવા જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ સાથે બરકત પણ કાયમ રહે છે. પણ ક્યારેય પણ તેને તમારે ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશા કે પૂજા કક્ષમાં ન મુકવી જોઈએ. તેનાથી ઘરમાં નેગેટિવિટી વધે છે. 
 
ઘરના આ સ્થાન પર સાવરણી મુકવાથી બચો 
 
ઘરની આ દિશા ઉપરાંત કેટલાક સ્થાન પર પણ સાવરણી મુકવાથી બચવુ જોઈએ. જેવુ કે તમે સાવરણીને ક્યારેય પણ ઘરના ઈશાન ખૂણામાં અને ઘરની બહાર ન મુકવી જોઈએ. આ ઉપરાંત તમારે સાવરણીને અગાશી કે ખુલ્લામાં રાત્રે ન છોડવી જોઈએ.  આવ કરવુ ઘરમાં પૈસાના નુકશાનનુ કારણ બને છે. સાથે જ બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં અને પૂજા ઘરમાં સાવરણી મુકવાથી બચવુ જોઈએ.  
 
સાવરણીને લઈને આ વાતોનુ રાખો ધ્યાન 
સાવરણીને પગ લગાવવાથી બચો કારણ કે તેને લક્ષ્મીનુ અપમાન માનવામાં આવે છે. આ ઉપરાંત જો તમે નવા ઘરમાં જાવ તો નવી ઝાડૂનો ઉપયોગ કરો. જૂની ઝાડૂનો ઉપયોગ કરવાથી બચો. આ ઉપરાંત તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી પણ બચવાની કોશિશ કરો. સાથે જ જો તમારી સાવરણી તૂટી જાય કે ખરાબ થઈ જાય તો  તેને શનિવારના દિવસે ઘરમાંથી બહાર કચરાપેટીમાં નાખી દો.  સાથે જ રવિવાર અને મંગળવાર છોડીને કોઈપણ દિવસે સાવરણી ખરીદી લો. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

iPhone 18 Pro લીક: ફોન ત્રણ નવા રંગોમાં આવી શકે છે; કાળો રંગ પાછો આવી શકે છે

200 વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો, જે હોસ્પિટલથી રથ પર ઘરે આવી રહી હતી; પાંચ પેઢીઓથી રાહ જોવાઈ રહી હતી.

75 વર્ષના વૃદ્ધનું શરમજનક કૃત્ય: 10 વર્ષની બાળકી પર બળાત્કાર કરવા બદલ પોલીસે તેના પર સકંજો કડક કર્યો.

નીમ કરોલી બાબા અને કૈચી ધામ - સ્ટીવ જૉબ્સ, માર્ક જુકરબર્ગ થી લઈને વિરાટ કોહલી સુધી કેમ તેમની તરફ આકર્ષાય છે આ સેલીબ્રીટી ?

ભારત અંતરિક્ષમાં મોકલશે સૌથી વધુ શક્તિશાળી 'આંખ', ISRO લૉંચ કરવા જઈ રહ્યુ છે GSLV-F17 મિશન, જાણો શુ છે આનો ઉદ્દેશ્ય ?

આગળનો લેખ
Show comments