સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 29 જાન્યુઆરી 2024 (16:15 IST)

વાસ્તુ ટિપ્સ - શુ તમારા ઘરમાં વાસ્તુ દોષ છે ? આ રીતે ચેક કરી લો

vastu for home
Vastu Shastra: ઘરમાં ખુશહાલી, ધન દોલત, સમૃદ્ધિ રહે એવુ બધા ઈચ્છે છે. પરંતુ ઘણીવાર વિવિધ કારણોસર આવુ શક્ય થઈ શકતુ નથી. તેમા વાસ્તુ દોષ પણ એક મોટુ કારણ છે.  ઘરમાં વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. જેનાથી ઘરમાં આર્થિક તંગી, બીમારીઓ અને અશાંતિ રહે છે.  તેથી સમય રહેતા વાસ્તુ દોષ દૂર કરી લેવા જોઈએ. પણ આ મામલે એક સમસ્યા એ પણ છે કે લોકોને ખબર નથી હોતી કે તેમના ઘરમાં વાસ્તુ દોષ છે.  સાથે જ દરેક માટે વાસ્તુ વિશેષજ્ઞની મદદ લેવી શક્ય રહેતી નથી. આજે કેટલાક એવા મહત્વના પરિબળો જાણીએ જેના દ્વારા તમારા ઘરનુ વાસ્તુ તમે પોતે ચેક કરી શકો છો અને તમે  મોટાભાગના વાસ્તુ દોષ દૂર પણ કરી શકો છો.  
 
આ રીતે ચેક કરો વાસ્તુ દોષ 
 
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનુ મોટુ મહત્વ છે. દરેક દિશાની પોતાની ઉર્જા હોય છે. જો દરેક દિશામાં તેમની ઉર્જા મુજબ સામાન મુકવામાં આવે કે પછી એ સ્થાનનો ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં પોઝીટીવિટી આવે છે. આવો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ કંઈ દિશામાં શુ હોવુ જોઈએ. 
 
ઉત્તર અને પૂર્વની દિશા - વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર અને પૂર્વ દિશા ખુલ્લી હોવી જોઈએ. સાથે જ આ દિશા હવાદાર, પ્રકાશવાન અને સુગંધ્હિત હોવી સારુ કહેવાય છે. જો આ દિશામાં ગંદકી, અંધારુ, દુર્ગંધ અને ભારે સામાન હોય તો ઘરમાં ક્યારેય ખુશહાલી આવતી નથી. પણ ગરીબી, અવરોધ અને અશાંતિ રહે છે. 
 
ઉત્તર-પશ્ચિમની દિશા - ઘરની ઉત્તર-પશ્ચિમ દિશા ડ્રોઈંગ રૂમ બનાવવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. જો આવુ શક્ય ન હોય તો અહી પાર્કિંગ બનાવવુ પણ સારુ રહે છે. 
 
રસોડુ  - ઘરમાં રસોડાની યોગ્ય દિશા હોવી ખૂબ જરૂરી છે. કારણ કે અહી બનાવેલ ભોજનથી વ્યક્તિને ઉર્જા મળે છે અને તેનુ જીવન ચાલે છે. રસોડાનુ વાસ્તુ જાતકની આર્થિક સ્થિતિ, આરોગ્ય વગેરે પર સીધી અસર નાખે છે. વાસ્તુ મુજબ રસોડુ દક્ષિણ પૂર્વ અર્થાત અગ્નિ ખૂણામાં હોવુ જોઈએ. 
 
ઘરનો મઘ્ય ભાગ - ઘરનુ સેંટર એટલે કે મઘ્ય સ્થાન હંમેશા ઓપન હોવુ જોઈએ. તેને બ્રહ્મ સ્થાન કહે છે. આ સ્થાન પર ક્યારેય પણ ભારે ફર્નીચર જેવુ કે ડાઈનિંગ ટેબલ, સોફા કે બેડ વગેરે ન મુકશો. 
Bed room
બેડરૂમ - ઘરમાં બેડરૂમ દક્ષિણ-પશ્ચિમમાં હોવુ સૌથી સારુ માનવામાં આવે છે. કરિયરમાં ગ્રોથ માટે બેડરૂમનુ દક્ષિણ દિશાના મઘ્યમાં હોવુ ખૂબ શુભ હોય છે. 
 
સ્ટડી રૂમ - અભ્યાસ માટે પણ પશ્ચિમ દિશા સારી માનવામાં આવે છે. તેથી સ્ટડી રૂમ અને બાળકોનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવો. ધ્યાન રાખો કે સ્ટડી ટેબલ પૂર્વ દિશા તરફ હોય.