શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (09:36 IST)

Vastu Tips - આજે જ કરી લો મીઠું અને લવિંગનો આ ઉપાય, ઘરમા થશે બરકત, ઘરમાં અચાનક આવવા માંડશે પૈસા

vastu tips
vastu tips

- વાસ્તુશાસ્ત્રમાં આખા મીઠાનું ખૂબ મહત્વ છે 
- ઘરમાં મીઠાનો આ ઉપાય કરવાથી બરકત આવે છે 
 
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં ધન અને આશીર્વાદની પ્રાપ્તિ વિશે વાત કરીશું. કાચના વાસણ અથવા બાઉલમાં થોડું આખુ મીઠું લો અને તે બાઉલમાં મીઠાની સાથે ચાર-પાંચ લવિંગ પણ મુકો. તમે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકી શકો છો. આ ઉપાય કરવાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરની વસ્તુઓમાં સમૃદ્ધિ આવશે. કાચના વાસણમાં મીઠું મુકવાથી એક તરફ ઘરમાં પૈસાની તંગી દૂર થશે તો બીજી તરફ આખું ઘર એક અલગ જ સુગંધથી મહેકશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે.
 
આ ઉપરાંત જો બાથરૂમને લગતી કોઈ વાસ્તુ સંબંધિત સમસ્યા હોય તો એક બાઉલમાં ક્રિસ્ટલ સોલ્ટ લઈને તેને બાથરૂમમાં એવી જગ્યાએ મુકો જ્યાં કોઈ તેને અડકી ન શકે અને દર થોડા દિવસે બાઉલમાં મીઠું બદલો. વાસ્તુ અનુસાર, જો તમારા ઘરનો કોઈ સભ્ય બીમાર છે, તો બેડરૂમમાં તે સભ્યના પલંગ પર એક બાઉલમાં આખા મીઠાના થોડા ટુકડા મુકો. બીમાર વ્યક્તિનું માથું પૂર્વ દિશામાં રાખવું. વાસ્તુમાં આ ઉપાય ખૂબ જ અસરકારક હોવાનું જણાવવામાં આવ્યું છે. 
 
આ ઉપરાંત ઘરમાંથી નેગેટીવીટી અને દરિદ્રતા  દૂર કરવા માટે ઘરને મીઠાથી સાફ કરો. આ ઉપાય ગુરુવાર છોડીને  દરરોજ કરી શકાય. એક ચપટી મીઠાના પાણીથી પોતુ કરવાથી ઘરમાં પોઝીટીવ  ઉર્જા આવે છે. તેની સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.


Edited by - kalyani deshmukh