Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવુ હોવુ જોઈએ આપણુ ઘર

Updated: મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (17:21 IST)
- દરેક ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. આ ખૂણામાં પાણીની ટાંકી પણ બનાવી શકાય. તમારા ઘરના ડ્રોઈન્ગ રૂમના ઈશાન ખૂણામાં એક્વેરિયમ પણ મૂકી શકાય.

- ઘરના દક્ષિણ-પૂર્વનો ભાગ અગ્નિ ખૂણા તરીકે ઓળખાય છે. આ ખૂણો રસોડુ બનાવવા માટે શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું યોગ્ય છે. કોઈ અગમ્ય કારણોસર જો રસોડું અગ્નિ ખૂણામાં ન બની શક્યુ હોય તો ઉત્તર-પશ્વિમ ખૂણામાં બનાવી શકાય. અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી, નળ અથવા જળ સંબંધી કોઈપણ વસ્તુ મુકવી જોઈએ નહી. આ ખૂણો ઈલેક્ટ્રીક વસ્તુઓ માટે યોગ્ય છે, જેવુ કે સ્વીચબોર્ડ, ટીવી, વગેરે.

- ઘરના વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે.

- ઘરનું કેન્દ્ર જેન બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન મુકવુ.

- મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ. બાળકોનો શયનખંડ બાળકોનો બેડરૂમ પૂર્વ દિશામાં અને તેમનો સ્ટડી રૂમ ઈશાન દિશામાં શુભ ગણાય છે. કુંવારી છોકરીઓનો બેડરૂમ વાયવ્ય દિશામાં શુભ ગણાય છે.

- પતિ પત્નીના રૂમમાં હંસનુ જોડુ કે સારસના જોડાનુ ચિત્ર લગાવવુ શુભ ગણાય છે. આ ચિત્ર સૂતી વખતે દેખાય તે રીતે મુકવુ જોઈએ. જેનાથી બંને વચ્ચે પ્રેમ જળવાય રહે છે.

- દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ વધારનારો છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

હનીમૂન પર પત્નીને આવી ગયો માસિકધર્મ, તો ભડક્યો પતિ, થપ્પડ-લાત અને મુક્કા માર્યા, FIR નોંઘાઈ

Best Mileage Car India - ભારતમાં સૌથી વધુ માઈલેજ આપનારી કાર, દરેક સેગમેંટમાં બેસ્ટ ઓપ્શન, કિમંત 3.70 લાખથી શરૂ

18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી સાવધાન રહો'... ઉત્તર પ્રદેશના બંને ભાગોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો તમારા શહેરમાં હવામાન કેવું રહેશે.

પ્રખ્યાત મોડેલે ચાલતી ટ્રેનમાં કપડાં ઉતાર્યા, RPF કર્મચારીઓ અને TC પર બ્લેડથી હુમલો કર્યો; સંપૂર્ણ વાર્તા જાણો

મુર્થલ રેસ્ટોરન્ટમાં હવે એક રોબોટ ભોજન પીરસશે... ગ્રાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે

આગળનો લેખ
Show comments