Daily Horoscope
✕

જયા પાર્વતી વ્રત - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ

Updated: સોમવાર, 27 જુલાઈ 2026 (07:20 IST)
 
- શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો.
 
- સૌ પ્રથમ ગણેશપૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બિલિપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી, જેમાં જવેરાની પૂજા પણ મહત્વની છે.
 
- કોઈપણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવા.
 
- પછી વિધિ વિધાનથી ષોડપચાર પૂજન કરવું.
 
- માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી.

- વ્રત દરમ્યાન માત્રને માત્ર ફળ-દૂધ દહીં, ફ્રુટ જ્યુસ, ડ્રાયફ્રુટ જમવામાં લઇ શકાય. તે સિવાય એકપણ વસ્તુ ખાવાની મનાઇ છે. દૂધની મીઠાઇ ખાઇ શકાય છે. ટૂંકમાં અલૂણા રહેવાની વાત છે.
 
- છેલ્લા દિવસે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.
- વ્રત દરમ્યાન મીઠું અને અ‍નાજની વસ્તુ ખાવાની મનાઇ છે.
- વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવાનું મહત્વ છે.

- જાગરણ એક પ્રતિક છે, જાગરણમાં ધૂન-ભજન-ઉપાસના-જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતરમનને જાગૃત કરવાની વાત છે.
ALSO READ: Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી
- વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે, સાત વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે.
મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે, સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે, એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નૌજવાન દીકરીઓ આ પ્રકાના આશિર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે.

તમારી બહેનપણીઓ અને સગા સબંધીઓને આપો જયા પાર્વતી વ્રતની શુભેચ્છા 
- વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે.અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય, તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલૂણા રહેવાનું મહત્વ છે.

ALSO READ: જયા પાર્વતી વ્રત - જાણો સંપૂર્ણ વિધિશકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. સાથે સાથે સૌભાગ્યની અંખિડતતા માટે કંકુ, કાજળ પણ દાનમાં આપવા.  જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.
ALSO READ: જયા પાર્વતી વ્રત કથા - Jaya Parvati Vrat Katha
 

જયા પાર્વતી વ્રત કથા

એક બ્રાહ્મણ દંપતી ધર્મ (પતિ) અને રૂપવતી (પત્ની) રહેતા હતા. તેમને ત્યાં કોઈ સંતાન ન હતું. એકવાર ઋષિ દુર્વાસા તેમના આશ્રમે આવ્યા અને રૂપવતીએ તેમની ઉત્તમ સેવા કરી. ઋષિએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે તેમના ઘરે પુત્રનો જન્મ થશે. થોડા સમય બાદ તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો, જેનું નામ 'ગોપાલ' રાખવામાં આવ્યું.ગોપાલ મોટો થયો ત્યારે તેના લગ્ન એક સુંદર કન્યા સાથે થયા. પરંતુ વિધાતાના લેખ અનુસાર, લગ્નના થોડા સમય બાદ જ સર્પદંશથી ગોપાલનું મૃત્યુ થયું. આ દુર્ઘટનાથી તેની પત્ની ખૂબ જ દુઃખી થઈ અને પતિના મૃતદેહને ખોળામાં લઈને રડવા લાગી.

ALSO READ: Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી
તેવામાં ત્યાં નારદજી આવ્યા. તેમણે રૂપવતીની પુત્રવધૂને દિલાસો આપ્યો અને તેને જયા પાર્વતી વ્રત કરવાની સલાહ આપી. નારદજીએ જણાવ્યું કે, જો તે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરશે તો તેનો મૃત્યુ પામેલો પતિ જીવિત થઈ જશે.પુત્રવધૂએ નારદજીની આજ્ઞા મુજબ અષાઢ સુદ તેરસથી પાંચ દિવસ સુધી પૂરી ભક્તિભાવથી જયા પાર્વતી વ્રત કર્યું અને જુવારાની પૂજા કરી. વ્રતના પ્રભાવથી માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થયા. માતા પાર્વતીએ તેને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું અને તેનો પતિ સજીવન થયો. ત્યારથી આ વ્રતનું મહત્વ ખૂબ વધી ગયું છે અને સ્ત્રીઓ તેને નિયમિત રીતે કરે છે.
 
ALSO READ: Jaya Parvati Vrat Thali Recipe- ગૌરી વ્રત ની વાનગીઓ/ મોળાકત ની વાનગીઓ


 
ALSO READ: Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

વધુ જુઓ..

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

દેવઉઠી એટલે કે પ્રબોધિની એકાદશી ક્યારે છે 20 કે 21 નવેમ્બર ? આ દિવસે કરી લો આ 5 અચૂક ઉપાય, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ માં થશે વૃદ્ધિ

Vivah Muhurat November 2026- ચાતુર્માસ પૂર્ણ થતાં જ શરૂ થશે લગ્નની સિઝન! નવેમ્બર 2026માં લગ્ન માટે માત્ર 4 શુભ મુહૂર્ત, નોંધી લો તારીખો

આગળનો લેખ
Show comments