હિન્દુ ધર્મ
હિન્દુ ધર્મનું કોઈ સ્થાપક નથી. સદીઓથી જુદા જુદા મૂળના લોકોની આસ્થાના પરિણામે હિન્દુ ધર્મ તેના વર્તમાન સ્વરૂપ સુધી પહોંચી શક્યો છે. ભારતના ઐતિહાસિક વિકાસની સાથે હિન્દુ ધર્મ ઘનિષ્ઠપણે જોડાયેલો છે.
હિન્દુ ધર્મ આસ્થાના પ્રતીક સમા બધા જ દેવદેવીઓનો સ્વીકાર કરવાની સાથે ભગવાન તો એક જ છે માત્ર તેના નામ-રૂપ જુદા છે એવું જણાવે છે. જાણીતા હિન્દુ દાર્શનીક કુમારસ્વામીએ કહ્યું હતું કે, "કોઈ વસ્તુને કોઈ નામ આપવાનો મતલબ એવો નથી કે તમે તેને પોતાની કરી લીધી કે પોતાની છે તેવું માની લીધું.
મોટાભાગના હિન્દુઓ માટે ભગવાન બ્રહ્માંડના જનક અને વિશ્વવ્યાપી નૈતિક કાયદાઓના સંસ્થાપક છે. આ જ શબ્દ આવા જ અર્થ સાથે યહુદી, ખ્રિસ્તી કે ઈસ્લામ ધર્મમાં પણ વાપરી શકાય. આ ધર્મમાં ભગવાન અને મનુષ્ય વચ્ચે એક સંબંધ છે. આપણે જેમ ભારતીય ચિંતન વિશ્વમાં પ્રવેશીએ છીએ કે પરિસ્થિતિ બદલાઈ જાય છે.
અહીં પ્રથમ પુરૂષ કે પ્રથમ કારણની ધારણ એકદમ જુદી છે. ખાસ કરીને ઉપનિષદોમાં બૌદ્ધિક ઊંચાઈઓના ક્ષેત્રમાં દ્વૈત અને સંબંધોનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે અને મુક્તિ એટલે પરતત્વ સાથે વ્યક્તિની એકાત્મકતા, તેને વધુ ઉંડાણપૂર્વક કહીએ તો દેવત્વની સારતત્વ સાથે એકરૂપતા.
આ વૈચારીક દ્રષ્ટીબિંદુમાં પરમ પુરૂષ પોતાને એવા અનેક અનંત રૂપોમાં અભિવ્યક્ત કરે છે જેનું માત્ર એક અંશ સ્વરૂપે આપણામાં અસ્તિત્વ હોય છે અને જેઓ આ વાતને સ્વયં અનુભવી શકતા નથી તે આપણી અવિદ્યાની ઉપજ સમાન છે. આ અવિદ્યા એટલે કે માયા આપણામાં ભ્રમ ઉપજાવે છે. તે જ વેદાંતનો મુખ્ય વિષય છે.
આજે આધુનિક સમયમાં માયા ભૌતિક સુખોના સ્વરૂપે પ્રકટ થઈ રહી છે.
પરમ પુરૂષ, એકમાત્ર સત્તા, સ્વના સારતત્વમાં પરમ શાંતિ અને નીરવતાના રૂપે અસ્તિત્વ ધરાવે છે અને રચનાત્મક ગતિવિધિઓ તરીકે પણ અસ્તિત્વ ધરાવે છે. તે જ જન્મ, મૃત્યુ, પ્રકાશ અને અંધકાર છે. દરેક વસ્તુ તે અનન્ય શક્તિની માયા છે, તેનો સુક્ષ્મતમ ભાગ, અભિન્ન અંગ આપણે પોતે છીએ. બધા જ જીવની જેમ કિરણો સ્વયં સૂર્યનું અભિન્ન અંગ છે.
પ્રથમ કારણનું અસ્તિત્વ અને વિરોધીઓનું તાદાત્મ્ય એ દેવત્વ પ્રત્યે હિન્દુ દ્રષ્ટીનું પાયારૂપ તત્વ છે. બ્રહ્માંડમાં સર્જનનું તત્વ વિનાશ માટે અને વિનાશનું તત્વ સર્જન માટે સર્જાયું છે. આ એક ચક્રિય પ્રક્રિયા છે. અને આ બધું સર્વશક્તિશાળી પ્રભુના ઈશારે જ થાય છે. ભગવાન "સુંદર" પણ છે અને "કરૂપ" પણ છે. તે જ "નર" છે અને તે જ "નારી". એવો કોઈ ગુણ નથી જે તેમની અંદર અસ્તિત્વ ન ધરાવતો હોય. તે જ સમસ્ત દિશાઓને જોઈ રહેલા અલગ અલગ ચહેરાઓ સાથે જન્મ લે છે. તે સાગર પણ છે અને વરસાદ પણ.
સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ, પાલન અને વિનાશના કર્તા એક તત્વ ઈશ્વર દરેક હિન્દુના હ્રદયમાં જન્મથી મરણ સુધી સમાયેલા રહે છે.