સંબંધિત સમાચાર
- સર્જીકલ સ્ટ્રાઈકને લઈને રાજનાથ સિંહનુ મહત્વપૂર્ણ નિવેદન, બોલ્યા કશુ થયુ છે પણ હાલ નહી બતાવુ
- આ રીતે મકાઈના ખેતરમાં પ્લેન લૅન્ડ કરી પાઇલટે બચાવ્યા 230થી વધુ લોકોના જીવ
- હૉંગકૉંગ : જ્યાંથી દરરોજ 1000થી વધુ ફ્લાઇટની અવરજવર છે તે ઍરપૉર્ટ ઠપ કેમ થયું?
- નરેન્દ્ર મોદીએ ડિસ્કવરીના કાર્યક્રમમાં કહ્યું કે તેઓ હિમાલયમાં શું કરવા ગયા હતા?
- મચ્છુ ડૅમ : શું 40 વર્ષ બાદ એ હોનારતનું સત્ય બહાર આવી શક્યું?
રાજનાથ સિંહ : પરમાણુ હથિયાર પહેલા ન વાપરવાની નીતિ બદલી શકે છે
ભારત મક્કમ છે, 'પરંતુ ભવિષ્યમાં તેના ઉપર યથાવત્ રહે છે કે નહીં તે સંજોગો ઉપર આધાર રાખે છે.'
પાંચમી ઇન્ટરનેશનલ આર્મી સ્કાઉટ માસ્ટર્સ કૉમ્પિટિશન માટે પોખરણ પહોંચેલા રાજનાથસિંહે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે આ વાત કહી, એટલું જ નહીં, પરંતુ પાછળથી કેટલાંક ટ્વીટ પણ કર્યાં.
રાજનાથે ટ્વીટ કર્યું, "પોખરણ એ દેશને પરમાણુ-સંપન્ન રાષ્ટ્ર બનાવવાના ભારતના નિર્ધારનું સ્થળ છે. અમે હજુ પણ 'સૌ પહેલાં ઉપયોગ નહીં' કરવાના સિદ્ધાંત અંગે પ્રતિબદ્ધ છીએ."
"ભારત તેનું દૃઢતાપૂર્વક પાલન કરી રહ્યું છે. ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે."
આ સાથે જ તેમણે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી.
રાજનાથસિંહે ટ્વિટર પર લખ્યું, "આજે પોખરણ ગયો હતો અને ભારતના પૂર્વ વડા પ્રધાન તથા સ્વતંત્ર ભારતના દિગ્ગજોમાંથી એક અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતી નિમિતે શ્રદ્ધાંજલિ આપી."
આ સિવાય રાજનાથે લખ્યું, "ભારત જવાબદાર પરમાણુ રાષ્ટ્ર છે, જે દરેક ભારતીય નાગરિક માટે રાષ્ટ્રીય ગર્વની બાબત છે. રાષ્ટ્ર અટલજીની મહાનતા માટે ઋણી રહેશે."