શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (11:39 IST)

સર્જીકલ સ્ટ્રાઈકને લઈને રાજનાથ સિંહનુ મહત્વપૂર્ણ નિવેદન, બોલ્યા કશુ થયુ છે પણ હાલ નહી બતાવુ

rajnath singh
કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીના સંકેત આપ્યા છે.  જો કે તેમને સીધી રીતે કશુ નથી કહ્યુ રાજનાથ સિંહે કહ્યું હતું કે, બીએસએફ જવાબ નરેન્દ્ર સિંહ સાથે પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલી બદસલૂકીના બદલામાં બે-ત્રણ દિવસ પહેલા કંઈ યોગ્ય થાયું છે પરંતુ આ બાબતે હું તમને હાલ કંઈ જ નહીં કહું.
 
જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં તૈનાત બીએસએફ જવાન નરેન્દ્ર સિંહની 18 સપ્ટેમ્બરે સરહદ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે હત્યા કરી નાખી હતી. પેટ્રોલિંગ પર ગયેલા નરેન્દ્ર સિંહના મૃતદેહને પાકિસ્તાની જવાનો ઢસડીને પોતાની સરહદમાં લઈ ગયાં હતાં. બીજા દિવસે નરેન્દ્ર સિંહનો મૃતદેહ ભારતની પેલે પાર પાકિસ્તાનની સરહદમાંથી મળી આવ્યો હતો. શહીદ નરેન્દ્ર સિંહના પગ બંધાયેલા હતાં. શરીરમાં ત્રણ ગોળીઓ વાગવાના નિશાન હતાં અને ગળુ ચીરી નાખવામાં આવેલું હતું.
 
પાકિસ્તાનની નાપાક હરકતો બંધ થઈ નથી 
 
મુજફ્ફરનગરના શુક્રતીર્થમાં શુક્રવારે રાષ્ટ્રીય સૈનિક સંસ્થાના કાર્યક્રમ દરમિયાન રાજનાથ સિંહે આ નિવેદન આપ્યુ. તેમણે પાકિસ્તાનને નિશાના પર લેતા કહ્યુ કે અમારા પડોશી પોતાની નાપાક ગતિવિધિઓથી બાજ નથી આવી રહ્યુ.  તેઓ અમારા બીએસએફના જ અવાના સાથે કેવો દુર્વ્યવ્હાર કરે છે. 
 
આતંકવાદીઓનો કડકાઈથી સામનો કરી રહી છે સેના 
 
તેમણે કહ્યુ કે સૈનિકોને સંદેશ આપવામાં આવ્યો છે કે પહેલા ગોળી ચલાવવાની નથી પણ ત્યાથી ગોળી ચાલશે તો પછી આપણી ગોળીઓ ગણવાની નથી. સીમા પર સેનાએ શોર્ય બતાવ્યુ છે. આતંકવાદીઓ સાથે કોઈપણ પ્રકારની ઢીલ નથી રાખવામાં આવી રહી. ચાર વર્ષમાં દેશની સૈન્ય તાકત અને અર્થવ્યવસ્થા મજબૂત થઈ છે. 
 
સર્જિકલ સ્ટ્રાઈકથી આપ્યો જવાબ 
બે વર્ષ પહેલા પાક એ ષડયંત્ર કરી 17 જવાનોની હત્યા કરી દીધી હતી. સરકારે યોજના  બનાવીને કરારો જવાબ આપ્યો. અમારા જાંબાઝ કમાંડોએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાની ચોકીઓને બરબાદ કરી નાખી. વીતેલા દિવસોમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે સીમા પર ધક્કા મુક્કી થઈ. પણ કોઈપણ બાજુથી હથિયાર ન નીકળ્યા. તેનો મતલબ છે કે ભારત કોઈપણ રીતે કમજોર નથી.