સંબંધિત સમાચાર
- જન્માષ્ટમી જ્યાં રંગેચંગે ઉજવાય છે તે દ્વારકાનગરી દરિયામાં સમાઈ ગઈ હતી?
- એ મંદિર જેને તોડવાના વિરોધમાં દલિતોએ દિલ્હીમાં ઉગ્ર પ્રદર્શન કર્યાં
- ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી મોટા ગ્રીનલૅન્ડ ટાપુને કેમ ખરીદી લેવા માગે છે?
- INX Media case: ચિદમ્બરમની ધરપકડનો હાઈ ડ્રામા અને અમિત શાહના ઇતિહાસનું નાટ્યાત્મક પુનરાવર્તન
- INX મીડિયા કેસ : પી ચિદમ્બરમને પ્રિયંકા ગાંધીનો ટેકો, કહ્યું ગમે તે થાય સત્ય માટે લડીશું
સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતેથી 5000 આદિવાસીઓનું સ્થળાંતર થશે
'ડેક્કન હેરાલ્ડ'નો અહેવાલ જણાવે છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાંથી 5000 આદિવાસીઓનું સ્થળાંતર થશે.
પ્રવાસન વિકસાવવાના ભાગરૂપે હોટલ તેમજ અન્ય સુવિધાઓ માટે નવાગામ, કેવડિયા, વાધડિયા, લીંબડી, કોઠી અને ગોરા ગામના આદિવાસીઓનું સ્થળાંતર કરવામાં આવશે તેમ અહેવાલ જણાવે છે.
આ અંગે તાજતરમાં ગુજરાત હાઈ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હોવાની માહિતી પણ અખબાર આપે છે.
જાહેરહિતની અરજીમાં સરકાર હોટલ, ટાઇગર સફારી, 33 રાજ્યોનાં ભવનો વગેરે માટે આદિવાસીઓને વિસ્થાપિત કરી રહી હોવા અંગે દાદ માગવામાં આવી છે.