શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , શુક્રવાર, 6 નવેમ્બર 2015 (10:22 IST)

અન્ય એક્ઝિટ પોલ સામે ચાણક્યનું એક્ઝિટ પોલ કહે છે કે ભાજપને 155 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળશે

બિહાર વિધાનસભાની ચૂટણીમાં મોટાભાગના એક્ઝીટ પોલમાં નીતીશ કુમારના વડપણ હેઠળના મહા ગઠબંધન વિજેતા જાહેર થશે તેવું જણાવ્યું છે જયારે જેની આગાહી સચોટ ગણાય છે તે ચાણક્ય એ ન્યુઝ 24 ચેનલ ઉપર ભાજપના વડપણ  હેઠળના એનડીએ  જોડાણ ને 243 માંથી 155 ( + - 11 બેઠક ) જેવી મજબુત બહુમતી મળશે તેવું જાહેર કર્યું છે  જયારે ભાજપના હરીફ નીતીશ કુમારના જનતાદળ  યુ હેઠળના મહાગઠ  બંધનને માત્ર 80 ( +    - 9 બેઠકો મળે તેવી આગાહી કરી છે અન્ય પક્ષોના ફાળે 5 ( +  -  3 )બેઠકો ચાણક્ય એ આપી છે જોકે લાલુ પ્રસાદે નીતીશ કુમારના ગઠબંધન ને 243 માંથી અ  ધધધ 190 જેટલી બેઠકો મળશે તેવું છાતી ઠોકીને કહ્યું છે