બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 17 મે 2024 (11:40 IST)

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Aishwarya rai in Cannes
Aishwarya rai in Cannes
બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યાની જોડી બોલીવુડની પસંદગીની રિયલ લાઈફ મા-બેટીની જોડીમાંથી એક છે.  બંનેની જોડી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.  જ્યારે પણ માતા-પુત્રી સાથે સ્પોટ થાય છે તો બસ તેમની જ ચર્ચા શરૂ થઈ જાય છે. બાકીસ્ટાર કિડ્સ કરતા આરાધ્યા બચ્ચન એકદમ અલગ જ છે.  તે સ્ટાર કિડ્સ પાર્ટીનો ભાગ નથી બનતી. પણ પોતાની મમ્મી એશ્વર્યાની સાથે જ હાથ પકડીને જતી  જોવા મળે છે.  એશ્વર્યા જ્યા પણ જ્યા છે પોતાની પુત્રીને જરૂર સાથે લઈ જાય છે.  એકવાર ફરી આવુ જ થયુ છે. કાંસ 2024 માટે પણ તે પુત્રી આરાધ્યની સાથે પહોચી છે. કાંસ 2024 માટે તે પણ પુત્રી આરાધ્યા સાથે પહોચી  છે. અહી કંઈક એવુ થયુ કે જેને જોયા બાદ લોકોનુ કહેવુ છે કે આરાધ્યા હવે મોટી થઈ ગઈ છે અને પોતાની માતા પ્રત્યે પુત્રીની ફરજ બજાવી રહી છે. 

ઐશ્વર્યાનુ લુક 

Aishwarya rai in Cannes
Aishwarya rai in Cannes

ઐશ્વર્યાના આઉટફિટની વાત કરીએ તો તેમણે બ્લેક અને ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. આ ઓફ શોલ્ડર ડ્રેસમાં તેમના ડ્રેસ પર ગોલ્ડન એમ્બિલિશમેન્ટ હતું. ઐશ્વર્યાએ તેનો મેકઅપ લાઈટ રાખ્યો અને ગોલ્ડન કલરના હૂપ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. ઐશ્વર્યાના આ લુકને મોનોક્રોમેટિક લુક કહેવામાં આવે છે

આરાધ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

 
ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં આરાધ્યા તેને સપોર્ટ કરતી જોવા મળી રહી છે. તેમને તેમની માતાને આ રીતે સપોર્ટ કરતી જોઈને યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. જે રીતે આરાધ્યા પોતાની મમ્મીનુ ધ્યાન રાખી રહી છે લોકોનુ કહેવુ છે કે આ તેના સંસ્કારોની કમાલ છે. બીજી બાજુ અનેક લોકોનુ કહેવુ છેકે પોતાની માતાને તે ખૂબ પ્રેમ કરે છે. કેટલાક લોકો એવુ પણ કહે છે કે આરાધ્ય બિલકુલ પોતાની માતા પર ગઈ છે. ફક્ત લુક્સ જ નહી તેના હાવ-ભાવથી પણ તે મા જેવી છે.  ઉલ્લેખનીય છે કે એશ્વર્યા રાય અનેક વાર રેડ કાર્પેટ પર છવાય ચુકી છે અને ઠીક તેમની જેમ જ તેમની પુત્રી માટે પણ કાંસ કોઈ નવી વાત નથી. તે પણ પોતાની મમ્મી એશ્વર્યા રાય સાથે અનેકવાર કાંસમાં ભાગ લઈ ચુકી છે. કેઝ્યુઅલ સ્ટાઇલિશ બ્લેક ટ્રેકસૂટમાં સજ્જ, આરાધ્યા આખો સમય તેની માતા સાથે રહી અને તેનો હાથ પકડીને હોટેલથી કાર સુધી સાથે રહી હતી.