સંબંધિત સમાચાર
- 'રાહુલ' નીકળ્યો અબ્દુલ, લગ્નની લાલચ આપીને યુવતી સાથે એક વર્ષ સુધી કરતો રહ્યો દુષ્કર્મ, હવે પહોચ્યો જેલમાં
- હુ સુસાઈડ કરી લઈશ, ફરમાન ખાન સાથે લગ્ન કર્યા બાદ વાયરલ ગર્લ મોનાલિસાની થઈ આવી હાલત, રડતા-રડતા બતાવ્યુ દુ:ખ
- 'આ બળવો નથી, લવ જેહાદ છે', મોનાલિસાના લગ્ન પર દિગ્દર્શક સનોજ મિશ્રાએ દાવો કર્યો છે કે મેનેજરે સોદો કર્યો હતો.
- જીમમાં યુવતેઓના બનાવી લેતા હતા અશ્લીલ વીડિયો, પછી કરતા હતા બ્લેકમેલ, ધર્માતરણ માટે કરતા હતા દબાણ
- 'હું ઇસ્લામ અપનાવીશ...', વાયરલ ગર્લ મોનાલિસાને લોન્ચ કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાએ હિન્દુ ધર્મ છોડવાની ધમકી આપી
Mahakumbh Viral Girl Age: શુ સગીર છે મહાકુંભ વાયરલ ગર્લ ? પતિ ફરમાન ખાન પોક્સો કેસમાંં શુ જશે જેલ ?
Monalisa Bhosle Age: મહાકુંભ દ્વારા રાતો રાત ફેમસ થનારી વાયરલ ગર્લ વાયરલ ગર્લ પોતાના લગ્નને લઈને વિવાદોમાં આવી ગઈ છે. તેણે અભિનેતા ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધા છે જને તે છ મહિના પહેલા જ મળી હતી. અભિનેત્રીનો પરિવાર આ લગ્નથી ખુશ નથી. સોશિયલ મીડિયા પર મહાકુંભ વાયરલ ગર્લ અને ફરમાનના લગ્નને લઈને ખૂબ કંટ્રોવર્સી થઈ રહી છે. આ મુદ્દો વાયરલ ગર્લની વયને લઈને ઉભો થયો છે.
ઉલ્લેખનીય છે કે કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહાકુંભની વાયરલ ગર્લ વાયરલ ગર્લફક્ત 17 વર્ષની છે. આવામા તે સગીર થઈને લગ્ન કેવી રીતે કરી શકે છે. તેના લગ્ન પર ડાયરેક્ટર સનોજ મિશ્રાએ લવ જિહાદ જેવા આરોપ પણ લગાવ્યો. હવે આ બધા દાવા પર અભિનેત્રીએ સાર્વજનિક રિએક્ટ કર્યુ છે.
વાયરલ ગર્લ ની વય પર બબાલ
અભિનેત્રી વાયરલ ગર્લએ કેરળના તિરુવનંતપુરમમાં આવેલ અરુમાનૂર મંદિરમાં તેના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કરી લીધા છે. મીડિયા સાથેની વાતચીતમાં વાયરલ ગર્લએ સ્પષ્ટ કર્યું હતું કે તે 18 વર્ષની થઈ ગઈ છે અને કાયદેસર રીતે પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર ધરાવે છે. તેણે એવો પણ ખુલાસો કર્યો હતો કે તેના પિતા તેની ઈચ્છા વિરુદ્ધ અન્ય કોઈ સાથે લગ્ન કરાવવા માંગતા હતા, જેના કારણે તેણે આ પગલું ભરવું પડ્યું છે.
ફિલ્મના સેટ પર શરૂ થઈ લવ સ્ટોરી
વાયરલ ગર્લ અને ફરમાનની પહેલી મુલાકાત લગભગ છ મહિના પહેલા મલયાલમ ફિલ્મ 'નાગમ્મા'ના મુહૂર્ત સમારોહ દરમિયાન થઈ હતી. આ ફિલ્મમાં ફરમાન વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે વાયરલ ગર્લ મુખ્ય અભિનેત્રી છે. ફરમાનના દાવા મુજબ, વાયરલ ગર્લએ જ તેને પહેલા પ્રપોઝ કર્યું હતું. શરૂઆતમાં તેણે ના પાડી હતી, પરંતુ બાદમાં અભિનેત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો, જેના પછી તેમની પ્રેમ કહાની આગળ વધી હતી.
કેરળમાં સ્થાયી થવાની ઈચ્છા અને સુરક્ષાની માંગ
લગ્ન બાદ આ યુગલે કેરળ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કેરળની સંસ્કૃતિ અને ત્યાંના વાતાવરણના વખાણ કર્યા હતા અને ભવિષ્યમાં ત્યાં જ સ્થાયી થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલમાં બંને પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે અને ઈચ્છે છે કે તેમને પોતાની મરજીથી જીવન જીવવાની તક આપવામાં આવે.
'લવ જિહાદ'ના આરોપો પર વાયરલ ગર્લનો જવાબ
વાયરલ ગર્લને બોલિવૂડમાં બ્રેક આપનાર દિગ્દર્શક સનોજ મિશ્રાએ આ લગ્ન પર દુઃખ વ્યક્ત કરતા તેને 'લવ જિહાદ' ગણાવ્યું છે. જોકે, વાયરલ ગર્લએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેણે કહ્યું કે આ લગ્ન કોઈ દબાણ હેઠળ નહીં પરંતુ તેની સંપૂર્ણ મરજીથી થયા છે અને તેણે હિન્દુ રીતિ-રિવાજ મુજબ મંદિરમાં સાત ફેરા લીધા છે. તેણે આ મામલાને માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ ગણાવ્યો છે.