રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2022 (13:49 IST)

ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : ખારી ભાજીના ભજીયા

Oats Pakoda
ગૌરી વ્રત એટલે કે અલૂણા વ્રતમાં જ્યારે મીઠુ ખાવાની મનાહી હોય છે ત્યારે તમે બાળાઓ માટે આ ખારી ભાજી કે મોરસની ભાજી કે જેને દરિયાઈ ભાજી પણ કહે છે, તેમાં કુદરતી ખારાશ હોય છે. આથી, આ ભાજીમાંથી બનતી વાનગીનો ઉપયોગ એકટાણું કરતી વખતે કરી શકાય. આ ભાજીમાંથી તમે ભજીયા, પૂરી 
 
 
સામગ્રી : લૂણીની ભાજી 100 ગ્રામ, ઘઉંનો લોટ ચોખ્ખો બસો ગ્રામ, સીંગતેલ 200 ગ્રામ.
 
બનાવવાની રીત : લૂણીના ભાજીના પાંદડા તોડી લો, તેને સારી રીતે ધોઈ નાખો. આ ભાજીમાં ઘઉંનો લોટ નાખો. પ્રમાણસર પાણી નાખીને ખીરું તૈયાર કરો. આ ખીરાના ભજીયા ચોખ્ખા સીંગતેલમાં તળી લો. આ ગરમાગરમ ભજીયા ખાટા-મીઠા દહીમાં નાખીને ખાવ.
 
નોંઘ : લૂણીની ભાજી આ ઉપવાસમાં ઘણા લોકો ખાય છે, જો તમને યોગ્ય લાગે તો જ આ વાનગી બનાવશો.