રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગૌરી વ્રત સ્પેશલ રેસીપી - ખારી ભાજીની લીલી પૂરી

puri
ગૌરી વ્રત એટલે કે અલૂણા વ્રતમાં જ્યારે મીઠુ ખાવાની મનાહી હોય છે ત્યારે તમે બાળાઓ માટે આ ખારી ભાજી કે મોરસની ભાજી કે જેને દરિયાઈ ભાજી પણ કહે છે, તેમાં કુદરતી ખારાશ હોય છે. આથી, આ ભાજીમાંથી બનતી વાનગીનો ઉપયોગ એકટાણું કરતી વખતે કરી શકાય.
 
સામગ્રી :
1 કપ ખારી ભાજી
1  કપ ઘઉંનો ઝીણો લોટ
1/4 કપ ઘઉંનો કકરો લોટ
2 ચમચી તેલ
સ્વાદપ્રમાણે મરી પાવડર
2 ચમચી ખાટું દહીં
તેલ તળવા માટે
 
રીત :
1) સૌથી પહેલા ભાજીને પાન તોડી અને ઝીણા ટુકડામાં તોડી લો. કુણી દાંડી પાન સાથે કાપી લેવી અને જો કડક હોય તો ખાલી પાન તોડીને ઉપયોગ કરી શકાય.
2) ભાજીને ધોઈને બરાબર સાફ કરી મિક્સરમાં 2-3 ચમચી પાણી નાખીને અધકચરી વાટી લો. એકદમ ઝીણી વાટવાની નથી.
3) વાટેલી ભાજીમાં લોટ, મરી પાવડર, દહીં અને તેલ ઉમેરીને પુરી જેવો કઠણ લોટ બાંધી લો.
4) એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો અને ત્યાં સુધી પૂરી વણી લો. સહેજ જાડી પૂરી વણવાની જેથી સરસ રીતે ફુલશે. કડક પૂરી બનાવવી હોય તો પાતળી પૂરી વણીને તેમાં ચપ્પુથી કાપા પાડીને ધીમા તાપે તળવી જેથી પૂરી ફુલશે નહીં અને કડક થશે.
5) તેલ બરાબર ગરમ થાય એટલે મધ્યમ આંચ પર પૂરી તળી લો. જેથી અંદરથી કાચી ના રહે.
6) તૈયાર છે ગરમાગરમ ખારી ભાજીની લીલી પૂરી. આ તમે મોળું દહીં, કેળાનું રાયતું, કેરીનો રસ કે શાક સાથે પીરસો.