1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

રૉ-વન : ફર્સ્ટ લુક

રાવન
જે રીતે 'ગજની' ફિલ્મ વિલનના નામ પર આધારિત હતી, એ જ પ્રકારનો કિસ્સો 'રૉ-વન'મા પણ છે. સૂત્રોનુ કહેવુ છે કે 'રૉ-વન' ફિલ્મમાં અર્જુન રામપાલના પાત્રનુ નામ રૉ-વન છે, જ્યારે કે ફિલ્મના હીરો શાહરૂખ ખાનના પાત્રનુ નામ જી-વન છે. શાહરૂખ આ ફિલ્મમાં ડબલ રોલમાં છે.
P.R

શાહરૂખ ખાનની આ મહત્વાકાંક્ષી વર્ષ 2011મા રજૂ થનારી મોટી ફિલ્મોમાંથી એક છે. આનુ બજેટ 150 કરોડ રૂપિયાથી વધુનુ બતાડવામાં આવી રહ્યુ છે. કિંગ ખાન આ ફિલ્મના નિર્માતા અને તેમા સુપરહીરો બન્યા છે. આ ફિલ્મની સફળતા શાહરૂખ માટે ખૂબ જ જરૂરી છે.

શાહરૂખે આ ફિલ્મ ફક્ત પોતાના પુત્ર માટે જ કરી છે, જે તેમને સુપરહીરોના રોલમાં જોવા માંગે છે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહરૂખ, કરીના કપૂર અને અર્જુન રામપાલે મુખ્ય ભૂમિકા ભજવી છે.
About Writer
વેબ દુનિયા