હેપી બર્થ ડે રેખા
સદબહાર અભિનેત્રીનો જન્મદિવસ
IFM |
10 ઓક્ટોબર 1954ના રોજ જન્મેલી રેખા આજે 57 વર્ષની થઈ રહી છે. વર્તમાન સમયમાં તે કેમેરાથી દૂર છે અને ક્યારેક જ કોઈ ફિલ્મ કાર્યક્રમમાં જોવા મળે છે. આમ છતા તેના પ્રશંસક સતત તેના વિશે જાણવા ઉત્સુક રહે છે. આ વયે પહોંચ્યા પછી પણ રેખા સુંદર લાગે છે. તેના પ્રશંસકોના મનમાં એ જ પ્રશ્ન ઉભો થાય છે કે રેખા ફિલ્મ કેમ નથી કરતી ? વાત એમ નથી કે રેખા ફિલ્મ કરવા નથી માંગતી, રેખા ફિલ્મમાં કામ કરવા માંગે છે પરંતુ પોતાની શરતો પર. એ મા કે ભાભીના નામનો એક શો પીસ બનવા નથી માંગતી. રોલ દમદાર હોય તો એ અભિનય કરવા તૈયાર છે. હજુપણ તેની અંદર અભિનય કરવાની લગન છે. રેખાને જન્મદિવસની શુભેચ્છા.