1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર

ગાંગૂલી લેશે સન્યાસ..

ગાંગૂલી સન્યાસ
બુધવારે સવારે નવીન પસંદગીકારોની સમિતિ સૌરવ ગાંગૂલીની ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ટેસ્ટ સિરિઝમાં ગાંગૂલીની પસંદગી કરવામાં આવી છે સાથે સાથે સૌરવ આ ટેસ્ટ બાદ ક્રિકેટમાંથી સન્યાસ લે તેવી જાહેરાત બિન અધિકારિક રીતે બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જોકે ગાંગૂલી દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ટીમની પસંદગી કરવામાં આવી તેમાં ગાંગૂલી આ સિરિઝ બાદ સન્યાસ લે તેવું સમિતિએ જણાવતા કહ્યું હતું કે આ સૌરવની આ ફેરવેલ સિરિઝ હોઈ શકે છે.

સિનિયર ખેલાડીઓની હવે પછી બોર્ડ દ્વારા આ જ રીતે વિદાય આપવામાં આવશે. ગાંગૂલી પછીના ક્રમે અનિલ કુમ્બલે, વી.વી એસ લક્ષ્મણ, બાદ સચિન તેંડુલકરનો નંબર આવી શકે છે.

આ ટીમની પસંદગી બોર્ડે ત્રણ ટેસ્ટ મેચો માટે કરી હોવાનું મનાય છે. ગાંગૂલી માટે આ સારી એવી તક છે કે તે આ સિરિઝમાં જબરદસ્ત દેખાવ કરીને ક્રિકેટમાંથી સન્યાસ લે.
About Writer
વેબ દુનિયા