લાસને શોએબને સલાહ આપી
કરાચી. પાકિસ્તાનનાં કોચ જ્યોફ લાસને ફાસ્ટ બોલર શોએબ અખ્તરનાં નબળા ફિટનેસ કારણે તેમને ટેસ્ટ ક્રિકેટ છોડવા પર વિચારની સલાહ આપી છે.
ગયા વર્ષે ભારત પ્રવાસ બાદ લાસને પોતાનાં અહેવાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભલામણ કરી હતી કે શોએબને માત્ર વન ડે ક્રિકેટ રમાડવી જોઈએ. કારણ કે ટેસ્ટ ક્રિકેટ મેચોમાં તેમનાં પર નિર્ભર રહી શકાય નહીં. લાસને પત્રકારોને જણાવ્યું હતું કે, મેં આ બાબતે શોએબ સાથે પણ વાતચીત કરી હતી અને તેનાંથી તેમની કારકિર્દી વધું લાંબી થશે.
તેમણે કહ્યું હતું કે, અત્યારે શોએબ ફિટનેસને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે અને તેમનાં માટે યોગ્ય છે કે તેઓ એક જ પ્રકારની ક્રિકેટ પર ધ્યાન આપે.