Daily Horoscope
✕

જન્મદિવસની પાર્ટીમાં લોહિયાળ ખેલ, ચહેરા પર કેક લગાવવાથી ગુસ્સે ભરાયેલા બર્થડે બોયે મિત્રની હત્યા કરી

Updated: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2026 (16:16 IST)
જમ્મુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં જન્મદિવસની પાર્ટી લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ, જ્યાં ચહેરા પર કેક લગાવવાના વિવાદમાં એક મિત્રએ બીજા મિત્રની ધારદાર હથિયારથી હત્યા કરી નાખી. ઘટના બાદ આરોપી બર્થડે બોય પોતાના બે મિત્રો સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. મૃતકના પરિવારજનોએ આરોપીની ધરપકડની માંગ કરી છે.

બર્થડે પાર્ટી દરમિયાન થયો વિવાદ

મળતી માહિતી મુજબ, જમ્મુમાં ગુરુવારે મોડી રાત્રે ચાર મિત્રો રસ્તાના કિનારે કાર પાર્ક કરીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમાંથી એક મિત્રએ બર્થડે બોયના ચહેરા પર કેક લગાવી દીધો. આ બાબતથી ગુસ્સે ભરાયેલા બર્થડે બોયે પોતાના જ મિત્ર પર ધારદાર હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી નાખી.
 
યુવકની હત્યા કર્યા બાદ બર્થડે બોય પોતાના બે મિત્રો સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. દરમિયાન પોલીસે કેસ નોંધીને હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ALSO READ: ઇન્ડિગોની ફ્લાઇટ્સ હવે વધુ મોંઘી થઈ ગઈ છે, અને તમારે તમારી ટ્રિપ દરમિયાન વધારાના ચાર્જ ચૂકવવા પડશે.

ચહેરા પર કેક લગાવવા બાબતે કરી હત્યા

મૃતક યુવકની ઓળખ પવન કુમાર ઉર્ફે સમીર (36), રહેવાસી સાંબા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, નીરજ ઉર્ફે અંશુ, રહેવાસી નારદની, દોમાના (જમ્મુ)નો જન્મદિવસ હતો.
 
પવન, નીરજ અને અન્ય બે મિત્રો જન્મદિવસની કેક કાપવા માટે મોડી રાત્રે કારમાં જમ્મુ શહેરના જાનીપુર સ્થિત લોઅર રૂપનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. રસ્તાની બાજુમાં કાર પાર્ક કરીને ચારેય મિત્રો કેક કાપવા લાગ્યા.

ALSO READ: 
મૃતકના પરિવારજનોએ અને ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે પાર્ટી દરમિયાન નીરજના ચહેરા પર કેક લગાવવાને લઈને મજાક ચાલી રહી હતી. આ દરમિયાન સામાન્ય મજાક અચાનક વિવાદમાં ફેરવાઈ ગઈ અને મામલો એટલો વણસી ગયો કે ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો, જેમાં પવન કુમારનું મોત થયું.

વધુ જુઓ..

દિવાળી સ્પેશિયલ બેસન સેવ બનાવવાની સરળ રેસીપી

ભાખરવડી બનાવવાની રીત

વારે ઘડીએ માથાનો દુઃખાવો થવો એ કઈ બિમારીના સંકેત હોઈ શકે ? જાણો ક્યારે જશો ડોક્ટર પાસે

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપી

દિવાળીની ખાસ રેસીપી મઠીયા બનાવવાની રેસીપી

વધુ જુઓ..

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

આગળનો લેખ
Show comments