Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવરકુંડલામાં કોંગ્રેસનાં બે આગેવાનોએ અપક્ષ તરીકે ભર્યા ઉમેદવારી ફોર્મ

Updated: શનિવાર, 18 નવેમ્બર 2017 (12:20 IST)
ગુજરાત વિધાનસભાની ચુંટણીને પગલે સૌરાષ્ટ્રમાં છવાયેલા રાજકીય ગરમાવા વચ્ચે આજે ઉમેદવારીપત્રો ભરવાનાં ચોથા દિવસે વધુ ૨૩ ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યા હતાં. સાવરકુંડલામાં તો કોંગ્રેસનાં બે આગેવાનોએ બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારીપત્ર ભરી ચુંટણી જંગમાં ઝંપલાવતા ઉહાપોહ મચી ગયો છે. અમરેલી જિલ્લામાં આજે સાવરકુંડલામાં કોંગ્રેસમાં છેલ્લા ૨૫ વર્ષનાં કાર્યકર એડવોકેટ હિંમત બગડાએ પક્ષનાં નેતાઓની મનમાની અને પાયાનાં કાર્યકરોની કરાતી અવગણનાથી નારાજ થઈ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા કોંગીની જુથબંધી બહાર આવી છે.

અમરેલી જીલ્લામાં આજે ચાર ઉમેદવારી પત્રો ભરાયા હતાં. જેમાં લાઠી વિધાનસભાનાં આમ આદમી પાર્ટીનાં બે, એક અપક્ષ તેમજ સા.કુંડલામાં કોંગ્રેસનાં મંત્રિ હિંમતભાઈ દાનજીભાઈ બગડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટ જિલ્લામાં આજે ત્રણ ઉમેદવારીપત્રો ભરાયા હતાં. જેમાં રાજકોટ પશ્ચિમ બેઠક ઉપર બે અપક્ષોએ ઝંપલાવ્યું હતું. જયારે ધોરાજી સીટ ઉપર નવીન ભારત નિર્માણ મંચનાં ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. એ જ રીતે મોરબી જિલ્લામાં આજે બે અપક્ષોએ ઉમેદવારીપત્ર ભર્યા હતાં. પોરબંદર જિલ્લામાં બે બેઠકો ઉપર આજે આઠ ઉમેદવારીપત્રો ઉપડયા હતાં, પણ એકેય ભરાયું ન હોતું. જામનગર જિલ્લામાં આજે ૩૬ ફોર્મ ઉપડયા હતાં. જયારે જામનગર દક્ષિણ બેઠક ઉપર બે અપક્ષોએ ઉમેદવારીપત્ર ભર્યા હતાં. એ જ રીતે દવારકા જિલ્લામાં આજે ખંભાળિયા બેઠક પર બે અપક્ષો તથા દ્વારકા બેઠકમાં એનસીપીનાં ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા સીટ ઉપર અત્યાર સુધીમાં ૯૪ ફોર્મ ઉપડયા છે, પણ માત્ર તાલાલામાં જ બે ભરાયા છે. આજે એકપણ ફોર્મ ભરાયું ન હોતું. જૂનાગઢ જિલ્લામાં આજે ૨૫ ફોર્મ ઉપડયા હતાં અને વિસાવદર તથા કેશોદમાં બે ઉમેદવારીપત્ર ભરાયા હતાં. ભાવનગર જિલ્લામાં આજે બે ફોર્મ ભરાયા હતાં. જેમાં મહુવા બેઠક ઉપર સદભાવના મંચ તરફતી પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયાએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે બોટાદ બેઠક ઉપર એક અપક્ષે ફોર્મ ભર્યં હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો ઉપર આજે બે અપક્ષ ઉમેદવારોએ જયારે આંબેડકર સમાજ પાર્ટીમાંથી એક ઉમેદવારે લીંબડીની બેઠક ઉપર જયારે વઢવાણ બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી જયેશ લાલજીભાઈ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે મહિલાઓ

ગુજરાતી જોક્સ - આ મારું જીવન છે

ગુજરાતી જોક્સ - રક્ષાબંધનમાં ખૂબ હસાવશે આ જોક્સ

GIVA એ પરત લીધી કૃતિ સેનનની રાખડીવાળી વિવાદિત એડ, ટ્રોલિંગ પછી કંપનીનુ આખુ નિવેદન આવ્યુ સામે

ગુજરાતી જોક્સ- મારી રક્ષા

આગળનો લેખ
Show comments