રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શુક્રવાર, 17 નવેમ્બર 2017 (16:49 IST)

મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે તેવી વાતો કરનારા ભાજપે બે મહિલાઓની ટિકિટ કાપી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ત્રણ ઉમેદવારોનું પત્તુ કાપી નાખ્યું છે.   સુરેન્દ્રનગરના ભાજપના સિટિંગ ઉમેદવાર વર્ષાબેન દોશી સામે સ્થાનિક લેવલે ભારે રોષ હતો.   સ્વાભાવિક જ હતું કે આ વખતે વર્ષાબેન દોશીનું પત્તુ કપાય.  ભાજપે  તેમના સ્થાને ધનજીભાઈ પટેલને ટિકિટ આપી છે. ધનજીભાઈ સુરેન્દ્રનગરમાં સારી નામના ધરાવે છે.  તેમને ભાજપમાંથી ટિકિટ મળશે તેવી ચર્ચા છેલ્લા બે વર્ષથી ચાલતી હતી.  મહુવા બેઠક પરથી સિટિંગ ધારાસભ્ય ભાવનાબેન મકવાણાની ટિકિટ કપાયી છે. તેમની જગ્યાએ તેમના પતિ રાઘવજી મકવાણાને ટિકિટ આપી છે. મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે તેવી વાતો કરનારા ભાજપે બે મહિલાઓની ટિકિટ કાપી છે. તેમના સ્થાને જીતી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જોવાનું એ રહે છે કે ભાજપની રણનીતિ કેટલાં અંશે સફળ નિવડે છે.