સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શુક્રવાર, 17 નવેમ્બર 2017 (16:41 IST)

સુરતમાં સૌથી વધુ વિરોધ થયો તે ઓલપાડના એમએલએ મુકેશ પટેલ ટીકીટ લઈ આવ્યા

સુરતની 12 બેઠકો માટે નિરક્ષકો સામે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા દરમિયાન ઓલપાડ અને કામરેજ બેઠકના સીટીંગ MLA ને રીપીટ કરવા સામે કાર્યકરો અને દાવેદારોએ વિરોધ કર્યો હતો. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની સામે 27 જેટલા દાવેદારોએ ભેગા થઈને એક સાથે નિરીક્ષકોને મળીને વિરોધ કર્યો હતો. નિરીક્ષકો સમક્ષ દાવેદારોએ સંયુક્ત રીતે જણાવવામાં આવ્યું હતું કે કોઈને પણ ટિકિટ ફાળવો પણ મુકેશ પટેલને ટીકીટ ફાળવશે તો વિરોધ છે અને મુશ્કેલી પડી શકે છે. પરંતુ દાવેદાર અને નેતાઓના વિરોધ વચ્ચે મુકેશ પટેલની ટીકીટ ફાઈનલ થઈ ગઈ હોવાથી હવે વિરોધીઓને રૂખ કઈ તરફ રહે અને ભાજપ અને મુકેશ પટેલ વિરોધીઓને મનાવવામા કેટલા સફળ થાય છે તે અંગે અનેક અટકળ ચાલી રહી છે.