ત્વચાની સમસ્યા
|
ત્વચાની સમસ્યા
જો અત્યાર સુધી તમે તમારી ત્વચાની સમસ્યાની અવગણના કરી હોય તો હવે તેને અવગણશો નહી. તમારે તેના પ્રત્યે થોડુક સજાગ થવું જરૂરી છે. કેમકે આવી સામાન્ય સમસ્યાઓમાં ખીલ, વણજોઈતા વાળ અને ઘણી બધી બીજી સમસ્યાઓનો પણ સમાવેશ થાય છે. આ બધી સમસ્યાઓને આડે કાન કરવા કરતાં જલ્દી ડોક્ટર પાસે જઈને તેનો ઇલાજ કરાવવો જરૂરી છે કેમકે ઘણી વખત એવું બને છે કે આપણને આ બધી સમસ્યાઓ સામાન્ય લાગે પરંતુ પાછળ જતાં તે કોઇ મોટી તકલીફ ઉભી કરે છે અને તેને લીધે ચહેરો બગડી જાય છે પરંતુ તે વખતે ઘણું મોડુ થઈ ગયું હોય છે. તો સ્કીન પ્રત્યે હંમેશા સજાગ રહેવું સારૂ.
ખીલ:
સ્કીન કેર ક્લિંસિંગ નિયમિતપણે કરવું જરૂરી છે. સારી ગુણવત્તા ધરાવતું ક્લિંસર હોવું જોઈએ. સોપ ફ્રી મોઈશ્ચરાઇઝર તમારી ત્વચામાં ભેજનું પ્રમાણ અકબંધ રાખે છે અને તે ત્વચા પર અસર કરે છે. ખીલને કારણે રહી જતાં નિશાન દૂર કરવા માટે ગ્લાયકોલિક પીલ પણ સારો ઇલાજ છે.
ખીલને કારણે રહી જતાં નિશાન અને પિગમેંટેશન: જેમને પોતાની ચહેરાની ચિંતા હોય તેમને ડર્મેટોલોજીસ્ટનો સંપર્ક સાંધવો જોઈએ. નિશાનની સાથે સાથે પિગમેંટેશન હોય તો તેને દૂર કરવા માટેનો ઇલાજ કરાવવો જોઈએ. પિગમેંટશનની સમસ્યા હોય તો વિશેષ ફેસપેક લગવવાથી ત્વચાની ચમક વધી જાય છે.
વણ જોઈતા વાળ અથવા વધારાના વાળ:
વણ જોઈતા વાળ માટે વેક્સીંગ કે થ્રેડીંગ કે પછી હેર રિમુવરની પધ્ધતિઓ ખુબ જ અડચણજનક અને દુ:ખદાયક બની જાય છે. આમાંથી છુટકારો મેળવવા માટે તમે યુએસએફડીએ માન્ય ક્લિનિકમાંથી પરમેનંટ હેર રિડક્શન કરાવી શકો છો. લેસર હેર રિમુવર કરાવવાથી આજીવન તમારી ત્વચા સ્મુધ, ક્લિન અને સિલ્કી રહે છે.