1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

ખીલનો ઈલાજ

ખીલનો ઈલાજ
W.D

* સેલીસાઈલીક એસિડના પાણીથી ચહેરો ધુવો તેને રગડશો નહિ.

* ત્વચા માટે એકદમ કોમળ સાબુ જેવા કે પીયર્સ વગેરેનો પ્રયોગ કરો.

* રેટિનોઈડ એસિડ અને લોશનમાં હાજર રહેલ વિટામીન એ એસિડ ત્વચાના છિદ્રને ખોલી દે છે. આનાથી જીવાણું ઓછા થઈ જાય છે.

* ખીલ માટે ડોક્ટર એંટીબાયોટીકની સલાહ નથી આપતાં. ટેટ્રાસાઈક્લીન જેવી એટીંબાયોટીક્સ ખીલથી થનારી સૂજનને ઓછી કરવા માટે આપવામાં આવે છે.

ખીલનો ઘરગથ્થુ ઉપચાર

* દિવસમાં ત્રણથી ચાર વખત કાચા લસણની પીઠી બનાવીને લગાવવાથી ખીલ ઓછા થઈ જાય છે.

* લસણની બે-ત્રણ કડી પ્રતિદિન 1-3 મહિના સુધી ખાવાથી લોહીનો પ્રવાહ શુધ્ધ થાય છે અને ત્વચા લાંબા સમય સુધી ખીલથી મુક્ત થઈ જાય છે.

* 0.5 મિ.લી. લીંબુનો રસ 10-15 મિ.લી. નવાયા પાણીની અંદર બે થી ત્રણ વખત લેવાથી ખીલ ઓછા થાય છે.

* મેથીના પાંદડાની પેસ્ટ બનાવીને ચહેરા પર 10 થી 15 મિનિટ લગાવવાથી આરામ થાય છે.આ લેપ એક દિવસ છોડીને લગાવો.

* નારિયેળનું પાણી ચામડીને પોષક તત્વો આપીને ખીલને રોકે છે.

* લવિંગ અને જીરાનો લેપ બનાવીને 10 મિનિટ ચહેરા પર લગાવવાથી લાભ થાય છે.