Daily Horoscope
✕

Gujarati Nibandh - લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ

Updated: શુક્રવાર, 30 ઑક્ટોબર 2026 (14:48 IST)
આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.

તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.

1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં.

તેઓનુ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.

વધુ જુઓ..

પહેલું કરવા ચોથ આવે તે પહેલાં જ દહેજ માટે પત્નીની હત્યા, લગ્નના 3 મહિના બાદ પતિને આજીવન કેદ

PM-Kisan નો 24 મો હપ્તો રજુ, ગુજરાતને આપી હજારો કરોડની ભેટ, પીએમ મોદી બોલ્યા - કેટલાક લોકોને દેશનો વિકાસ ગમતો નથી

વાવાઝોડા અર્નબ પણ જગન્નાથ મંદિરમાં પરંપરાને રોકી શક્યું નહીં; 214 ફૂટ ઊંચા શિખર પર લટકાવેલો ધ્વજ ભારે પવન વચ્ચે બદલવામાં આવ્યો.

શિયાળો વહેલો આવી ગયો છે! કાશ્મીર અને લદ્દાખમાં અચાનક બરફવર્ષા થવાથી દ્રાસમાં ગુલમર્ગ સુધી ઠંડીથી લોકો ધ્રુજી રહ્યા છે.

PM Modi Gujarat Visit: ભીલડીમાં રોડ-શો બાદ વડાપ્રધાને ગાયોને ઘાસ ખવડાવ્યું, કેવડિયામાં 'એકતા પ્રકાશ પર્વ'માં આપશે હાજરી

વધુ જુઓ..

પુષ્ય નક્ષત્ર: આ શુભ પ્રસંગે શું કરવું.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3૦ ઓક્ટોબર 2026

Pushya Nakshatra 2026: દિવાળી પહેલા ખરીદીનુ મહામુહૂર્ત પુષ્ય નક્ષત્ર ક્યારે છે ? જાણો આ દિવસે શુભ મુહુર્તમાં શુ ખરીદવુ

Karwa Chauth Vrat Katha - કરવા ચોથ વ્રત કથા (સાંભળો વીડિયો)

આજનુ પંચાગ - 29 ઓક્ટોબર 2026

આગળનો લેખ
Show comments