Daily Horoscope
✕

Grilled Onions Benefits : શિયાળામાં સેકેલી ડુંગળી આંખ-કાન અને ગળા માટે છે રામબાણ ઉપાય

Updated: સોમવાર, 15 જાન્યુઆરી 2024 (13:43 IST)
Grilled Onions Benefits
Winter Diet Tips : હાલ દેશભરમાં શિયાળાનો સિતમ ચાલી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતુ રહ્યુ છે.  કાનપુર દેહાતમાં બે લોકોનુ ઠંડીથી મોત થઈ ગયુ. આવામાં બાળકો અને વડીલોને ઠંડીથી બચવાના વિશેષ ઉપાય કરવા જોઈએ.  શિયાળામાં તમે લોકોએન લસણ સેકીને ખાતા જોયા હશે. લસણની જેમ ડુંગળી પણ ઠંડીથી બચાવે છે. આ સાથે જ આ તમારા દાત અને મસૂઢાને પણ સ્વસ્થ રાખે છે.  બીજી બાજુ શિયાળામાં ડુંગળીનુ સેવન કરવાથી આ શરીરને ગરમ રાખવાની સાથે જ અનેક બીમારીઓથી પણ બચાવે છે. આવો જાણીએ ડુંગળી ખાવાથી શુ શુ ફાયદા થાય છે.  
 
1 ડુંગળી શરીરને ગરમ રાખે છે 
 
ઉલ્લેખનીય છે કે ડુંગળીની તાસીર ગરમ હોય છે. આવામાં તેનુ સેવન કરવાથી શરીર ગરમ બન્યુ રહે છે. જો તમને મોટેભાગે શરદી ખાંસી થાય છે તો તમે ડુંગળીનુ સેવન કરો. તેનુ સેવન કરવાથી તમને શરદી-તાવથી છુટકારો મળી શકે છે. 
  
2  રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે 
એંટી ઈફ્લેમેટરી, એંટીસેપ્ટિક અને એંટી બેક્ટેરિયલ ગુણ ડુંગળીની સૌથી મોટી તાકત છે. તેને કારણે તેને શ ઇયાળાની ઋતુમાં ખાવુ કોઈ ઔષધિથી કમ નથી. બીજી બાજુ બદલતી ઋતુમાં જો તમે ડુંગળીનુ સેવન કરો છો તો તમને તાવ, ખાંસી અને મોસમી બીમારીઓથી છુટકારો મળી શકે છે. 
 
3  દાંતોની દેખરેખ કરે છે ડુંગળી 
 
 કાચી ડુંગળીને ચાવવાથી મોઢાના સંક્રમણ અને મોઢાના રોગોનો ખતરો ઓછો થઈ જાય છે.  જો તમને દાંતોની કોઈ સમસ્યા છે તો તમે રોજ કાચી ડુંગળીનુ સેવન કરી શકો છો. 
 
4 . ડુંગળી સ્તન કેંસરથી બચાવ કરે છે 
 
 કાચી ડુંગળીનુ સેવન કરવાથી મહિલાઓમાં સ્તન કેંસરના સંકટને ઘટાડી શકાય છે. તેથી તમે રોજ કાચી ડુંગળીનુ સેવન કરી શકો છો. 
  

વધુ જુઓ..

શ્રીલંકાની ટીમે રચ્યો ઈતિહાસ, ODI ક્રિકેટમાં ચેજ કર્યો બીજો સૌથી વધુ ટારગેટ, ત્રિકોણીય શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવ્યુ

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: રાજ્યના 22 ડેપ્યુટી કલેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી

Jio IPO Day 2 : બીજા દિવસે જિયો IPO 5.57 ગણો ભરાયો, 75 લાખથી વધુ અરજીઓ સાથે બન્યો રેકોર્ડ

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

રાત્રે રડવા બદલ 8 મહિનાની બાળકીની ક્રૂર હત્યા, ત્રણ વર્ષ પછી માતાની ધરપકડ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 ઓક્ટોબર 2026

23 ઓક્ટોબરનાં રોજ રાખવામાં આવશે શુક્ર પ્રદોષ વ્રત, નોંધી લો કાળનો સમય, ચોઘડિયા મુહૂર્ત અને સંપૂર્ણ પૂજા વિધી

કરવા ચોથ માતા ની આરતી

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

Kuber Mantra- કુબેર મંત્ર

આગળનો લેખ
Show comments