શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2017 (15:28 IST)

ઉભા ઉભા પાણી પીવુ આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે

શુ તમે જાણો છો કે આપણે પાણી કેવી રીતે પીવુ જોઈએ ? હકીકતમાં મોટાભાગના લોકો પાણી ઉભા થઈને પીવે છે. જેનાથી આપણા શરીર પર અનેક દુષ્પ્રભાવ પડે છે. આવો જાણો ઉભા થઈને પાણી પીવાથી શુ નુકશાન થઈ શકે છે ? 
 
પાની માનવ શરીર માટે ખૂબ જરૂરી તત્વોમાંથી એક છે. પાણી પીવાના ફાયાઅથી દરેક કોઈ વાકેફ છે. આ તો બધાને ખબર છેકે આખા દિવસમાં કેટલીવાર પાણી પીવુ જોઈએ અને તેના શુ ફાયદા થાય છે.  પણ શુ તમે જાણો છો આપણે પાણી કેવી રીતે પીવુ જોઈએ ?
 
મોટાભાગના લોકો ઉભા ઉભા પાણી પીતા જોયા હશે. ઉભા ઉભા પાણી પીવાથી આપણા શરીર પર અનેક પ્રકારના દુષ્પ્રભાવ પડે છે. આવો જાણીએ ઉભા ઉભા પાણી પીવાથી શુ નુકશાન થઈ શકે છે. 
 
1 પાચનતંત્ર માટે નુકશાન - જ્યારે આપણે ઉભા ઉભા પાણી પીએ છીએ તો એ સહેલાઈથી પ્રવાહ થાય છે અને એક મોટા પ્રમાણમાં નીચે ખાદ્ય નલિકામાં જઈને નીચેલા પેટની દિવાલ પર પડે છે. તેનાથી પેટની દીવાલ અને આસપાસના અંગોને નુકશાન પહોંચવાની શક્યતા રહે છે.  લાંબા સમય સુધી આવુ આવુ થવાથી પાચન તંત્ર અને દિલ તેમજ કિડનીની સમસ્યાઓ થઈ જાય છે. 
 
2. ઓર્થેરાઈટિસ થવાનો ખતરો - ક્યારેય પણ ઉભા થઈને પાણી ન પીવુ જોઈએ. તેનાથી ઘૂંટણ પર જોર પડે છે અને ઓર્થેરાઈટિસ થવાનો ખતરો રહે છે. 
 
3. કિડનીની બીમારી - જ્યારે ઉભા થઈને પાણી પીવામાં આવે છે ત્યારે પાણી ઝડપથી કિડનીના માધ્યમથી વધુ ગાળ્યા વગર જ પસાર થઈ જાય છે.  આ કારણે મૂત્રાશય કે રક્તમાં ગંદકી એકત્ર થઈ શકે છે. જેનાથી મૂત્રાશય, કિડની અને દિલની બીમારીઓ થાય છે.   
 
4. ગઠિયાની સમસ્યા - ઉભા રહીને પાણી પીવાથી શરીરમાં રહેલ અન્ય તરલ પદાર્થોના સંતુલનને બગાડી નાખે છે.  તેથી આ સાંધાનો ક્ષેત્ર અને ઘૂંટણમાં જરૂરી તરલ પદાર્થની ઉણપ ઉભી કરે છે. તેનાથી સાંધામાં દુખાવો અને ગઠિયા જેવી પરેશાનીઓ ઉભી થાય છે.