સંબંધિત સમાચાર
- ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન સ્તબ્ધ... મોડી રાત્રે શાહબાઝ શરીફનું સંબોધન, કહ્યું - અમે લોહીના દરેક ટીપાનો બદલો લઈશું
- 27 એરપોર્ટ 9 મે સુધી રહેશે બંધ, જો તમારી પણ ફ્લાઇટ છે તો આ લીસ્ટ જોઈ લો
- રાજકોટ ઍરપૉર્ટ સહિત દેશનાં કયાં ઍરપૉર્ટ તરફ જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી?
- કર્નલ સોફિયા કુરેશી 'વડોદરાની દીકરી' કર્નલ સોફિયાએ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી
- ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી; અહીં IPLની આટલી બધી મેચો યોજાવાની છે.
હવે પાકિસ્તાનના લાહોરમાં બ્લાસ્ટ, એયરપોર્ટની પાસે બે થી ત્રણ બ્લાસ્ટ, એરિયા કર્યા સીલ
lahore
આંતકવાદને આશરો આપનારા દેશ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. હવે પાકિસ્તાનના સૌથી જાણીતા શહેર લાહોરમાં અનેક બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટ લાહોરના એયરપોર્ટની પાસે થયો છે. પાકિસ્તાન સેનાએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને વિસ્તારમાં સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. પાકિસ્તાનના સ્થાનિક જીઓ ન્યૂઝે આ વિસ્ફોટના સમાચારની પુષ્ટિ કરી છે.
પ્રત્યક્ષ જોનારાઓએ શુ કહ્યુ ?
લાહોરમાં થયેલા વિસ્ફોટ અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે એરપોર્ટ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી લાહોર એરપોર્ટ પર સાયરનનો અવાજ સંભળાયો અને તેને બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ લાહોરના વોલ્ટન રોડ વિસ્તારમાં થયા હતા.
Three blasts reported near Lahore Walton Airport!
— ANURAAG SHARMA (@7ANURAGSHARMA) May 8, 2025
Panic erupts in Pakistan.#Lahore #LahoreAirport pic.twitter.com/I7iK0i3JSw
પાકિસ્તાની આર્મીની મોટી ભૂલ
લાહોરમાં થયેલા વિસ્ફોટ અંગે પાકિસ્તાનના લશ્કરી સૂત્રો તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લાહોરમાં પાકિસ્તાની સેનાના અભ્યાસ દરમિયાન એરપોર્ટ નજીક વિસ્ફોટ થયો હતો. આનો અર્થ એ થયો કે પાકિસ્તાની સેનાએ ભૂલથી પોતાના જ શહેર પર હુમલો કર્યો છે.
ગઈકાલે જ ભારતે કરી હતી મિસાઈલ સ્ટ્રાઈક
ભારતે મંગળવાર અને બુધવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં અનેક સ્થળોએ મોટા પાયે મિસાઇલ હુમલો કર્યો હતો. આ મિસાઈલ હુમલામાં લશ્કર અને જૈશના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં 100 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં પાકિસ્તાની નાગરિકો કે લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. ભારતે પાકિસ્તાનને કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવાની સલાહ આપી છે.
