1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By

રાજકોટ ઍરપૉર્ટ સહિત દેશનાં કયાં ઍરપૉર્ટ તરફ જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી?

ભારતની ટોચની ઍરલાઇન્સ કંપનીઓએ મુસાફરો માટે ઍડવાઇઝરી જાહેર કરી છે. દેશનાં ઉત્તરનાં રાજ્યોમાં અનેક ઍરપૉર્ટ બંધ કરી દેવાના નિર્ણયને કારણે અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
 
ઍર ઇન્ડિયાએ કહ્યું છે કે તેની જમ્મુ અને શ્રીનગર તરફ આવતી જતી તમામ ફ્લાઇટ્સ, લેહ તરફ આવતી જતી તમામ ફ્લાઇટ્સ, ચંદીગઢ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર અને રાજકોટ તરફ જતી તમામ ફ્લાઇટ્સ 10મી મે, સવાર સુધી રદ કરી દેવામાં આવી છે.
 
કારણ કે ભારતની ઍરપૉર્ટ ઑથોરિટીઝે આ ઍરપૉર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
 
ઇન્ડિગોએ કહ્યું છે કે તેણે પણ ધરમશાળા, બિકાનેર અને કિશનગઢ, તથા ગ્વાલિયર તરફથી આવતી અને જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. ઍર ઇન્ડિયાએ જે યાદી જાહેર કરી તે તમામ શહેરો પણ ઇન્ડિગોની યાદીમાં છે.
સ્પાઇસજેટે પણ આ જ ઍરપૉર્ટ્સ તરફ જતી અને ત્યાંથી આવતી તમામ ઉડાણો રદ કરવાનો નિર્ણય કર્યો છે.
 
જોકે, ભારતની સત્તાવાર ઍરપૉર્ટ ઑથોરિટી તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.