બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

અનુત્તરિત પ્રશ્ન

N.D
સાંજ પડી હતી. લગભગ બધાના દરવાજા બંધ થઈ ગયા હતા. ગલીમાં એકાદ-બે લોકો જ જોવા મળી રહ્યા હતા. એ પણ ઝડપથી પોતાના ઘર તરફ વળી રહ્યા હતા. એ ગામ પણ અન્ય ગામની જેમ આતંકવાદની ચપેટમાં આવી ગયુ હતુ.

પોલીસનુ એક નિરીક્ષક દળ પોતાના દૈનિક નિરીક્ષણ માટે ગલીમાંથી નીકળી રહ્યુ હતુ. દળના નાયકે જોયુ કે એક વૃધ્ધ સ્ત્રી પોતાના ઘરના બારણે બેસી છે. ... અંદરના બધા દરવાજા ખુલ્લા છે અને એ પોતાની આંખોથી આકશમાં ન જાને કંઈ વસ્તુને એકીટસે જોઈ રહી છે.

નાયકને લાગ્યુ કે ડોશીમાં પોતાના પુત્ર કે પૌત્રની રાહ જોઈ રહી છે. તેણે ડોશીમાને પૂછ્યુ - માતાજી, તમે તમારા પુત્રની રાહ જોઈ રહ્યા છો શુ ?
- નહી. ડોશીમાંએ એક ઉપરછલ્લો જવાબ આપ્યો.
- તો પછી તમે અંદર જતા રહો ને બા. તમને કોઈ હેરાન તો નથી કરતુ ને ?
- નહી રે બેટા, મને કોણ હેરાન કરી શકે છે.
- કેમ, તમને આતંકવાદીઓનો ભય નથી લાગતો ?
- નહી રે, મારુ શુ બગાડી લેશે આતંકવાદી.

ડોશીમાનો આવો જવાબ સાંભળી એક સિપાહી હંસી પડ્યો. તેનાથી રહેવાયુ નહી. એ બોલ્યો - લાગે છે કે ડોશીમાં ખૂબ મજબૂત છે. આતંકવાદી તો તેમની પાસે આવતા પણ કાંપશે. ખબર નહી ડોશીમાં આતંકવાદીઓનુ શુ બગાડી નાખે'.

N.D
'હા..રે..હા.. હું તો ખૂબ જ મજબૂત છુ. સાચુ કહુ છુ.. મારુ શુ બગાડી લેશે એ ? તેમની ગોળીઓ. મારી આ અભાગી આંખોની સામે જ મારા પતિને, બંને પુત્રો અને વહુઓને બે પૌત્ર અને પૌત્રીઓનો ભોગ લઈ ચૂકી છે રે... બોલ રે બોલ તુ જ બતાવ... મારુ હવે શુ બગાડી લેશે આતંકવાદીઓ ?

ડોશીમાંના મર્મભેદી રૂદન વચ્ચે ઉઠેલા સાંપ જેવા પ્રશ્નોનો જવાબ પોલીસના ના કોઈ સભ્ય પાસે નહોતો.

(સાભાર - લધુકથામાંથી)