સંબંધિત સમાચાર
- ગુજરાતમાં પ્રી-મોન્સૂન વાવાઝોડાનો હાહાકાર: અમદાવાદમાં 1.5 ઇંચ વરસાદ, દાહોદમાં 1નું મોત અને વડોદરામાં સોલાર પેનલો ઊડી
- ગુજરાત ગૃહ વિભાગ એક્શન મોડમાં: હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક, ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અંતર્ગત ગુજરાત પોલીસને અપાયો 'ફ્રી-હેન્ડ'
- ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને પંચમહાલમાં વાવાઝોડા સાથે વરસાદ
- PM મોદીની અપીલ બાદ વડોદરાની MS યુનિવર્સિટીનો મોટો નિર્ણય: કેમ્પસમાં દર સોમવારે ઉજવાશે ‘નો વ્હીકલ ડે’
- ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી જાહેર: જાણો ક્યારે યોજાશે મતદાન અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: દસ્તાવેજો વિના હેરાફેરી થતો રૂ. 4.25 કરોડનો કિંમતી જથ્થો ઝડપાયો
GST raid
અમદાવાદમાં રાજ્ય વેરા વિભાગની (સ્ટેટ GST) મોબાઇલ સ્ક્વોડ ટીમે કરચોરી સામે એક મોટી સફળતા મેળવી છે. ખાસ ચેકિંગ અભિયાન દરમિયાન ટીમે યોગ્ય દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે પરિવહન થઈ રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનનો જથ્થો ઝડપી પાડ્યો છે. જીએસટી વિભાગની આ ઓચિંતી કાર્યવાહીથી બેનામી હેરાફેરી અને કરચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કરોડોનું સોનું, ચાંદી અને કિંમતી પથ્થરો કાનૂની પુરાવા વિના ઝડપાયા
પ્રાથમિક તપાસ દરમિયાન મોબાઇલ સ્ક્વોડને વાહનમાંથી અંદાજે ૧૨૦ કિલોગ્રામ ચાંદી, ૭૦૦ ગ્રામ સોનું અને આશરે ૩ કિલોગ્રામ જેટલા કિંમતી પથ્થરો મળી આવ્યા હતા. બજાર કિંમત મુજબ આ સમગ્ર જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૪.૨૫ કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ જ્યારે માલસામાનના પરિવહન સાથે જોડાયેલા બિલ અને કાનૂની દસ્તાવેજોની માંગણી કરી, ત્યારે તેમાં મોટી ખામીઓ જણાતા તંત્ર દ્વારા આ આખો જથ્થો તાત્કાલિક જપ્ત કરી લેવાયો હતો.
મોબાઈલ સ્ક્વોડની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં 4.25 કરોડથી વધુનો સોનું-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો ઝડપાયો.
— Piyushsinh Solanki (@PiyushSolanki2) June 2, 2026
???? 120 કિલો ચાંદી
???? 700 ગ્રામ સોનું
???? 3 કિલો કિંમતી પથ્થરો
યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન થઈ રહેલા માલ સામે કાર્યવાહી. #Ahmedabad #GST #StateTax #Gold #Silver pic.twitter.com/vPGOHFTcjp
મોબાઈલ સ્ક્વોડની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં 4.25 કરોડથી વધુનો સોનું-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો ઝડપાયો.
???? 120 કિલો ચાંદી
???? 700 ગ્રામ સોનું
???? 3 કિલો કિંમતી પથ્થરો
યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન થઈ રહેલા માલ સામે કાર્યવાહી. #Ahmedabad #GST #StateTax #Gold #Silver pic.twitter.com/vPGOHFTcjp
— Piyushsinh Solanki (@PiyushSolanki2) June 2, 2026
ગેરકાયદેસર વેપાર સામે કડક વલણ અને આગળની તપાસ તેજ
રાજ્યમાં ટેક્સ ચોરી અટકાવવા અને ગેરકાયદેસર વેપાર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે જીએસટી વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સઘન ચેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે. જીએસટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે જપ્ત કરાયેલા આ કિંમતી માલનો અસલી સ્ત્રોત કોણ છે, તેની માલિકી કોની છે અને આ વ્યવહારો કોના ઈશારે થઈ રહ્યા હતા તે અંગે વિગતવાર તપાસ કરવામાં આવશે. જો તપાસમાં કરચોરી સાબિત થશે તો જવાબદારો સામે કડક કાનૂની પગલાં લેવાશે.
