સંબંધિત સમાચાર
- વડોદરામાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો અને સરદારધામ-3નું લોકાર્પણ: પ્રશાસન એલર્ટ
- 'પતિના શુક્રાણુઓ ઓછા હતા', સસરા અને સંબંધીઓએ પુત્રવધૂને ગર્ભવતી બનાવવા માટે વારંવાર ગુજાર્યો બળાત્કાર અને પછી..
- ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી જાહેર: જાણો ક્યારે યોજાશે મતદાન અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
- આજથી ગુજરાત સહિત આખા દેશમાં ડિજિટલ વસતી ગણતરીનો પ્રારંભ: જાણો કયા 4 નવા સવાલો પૂછાશે
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમની તાબડતોબ કાર્યવાહી, અનેક ગુનાઓનો પર્દાફાશ
PM મોદીની અપીલ બાદ વડોદરાની MS યુનિવર્સિટીનો મોટો નિર્ણય: કેમ્પસમાં દર સોમવારે ઉજવાશે ‘નો વ્હીકલ ડે’
No Vehicle Day in MS university
વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીએ પર્યાવરણની સુરક્ષા અને ઈંધણની બચત માટે એક પ્રશંસનીય પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલથી પ્રેરિત થઈને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કેમ્પસમાં દર સોમવારે નો વ્હીકલ ડે (No Vehicle Day) ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ અનોખી પહેલનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડીઝલના વપરાશને નિયંત્રિત કરીને કેમ્પસને ગ્રીન અને પ્રદૂષણ મુક્ત બનાવવાનો છે.
પ્રથમ દિવસે જ સત્તાધીશોએ જાતે ઉદાહરણ પૂરું પાડ્યું
આ નિર્ણયના પ્રથમ સોમવારે જ કેમ્પસમાં તેનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો હતો અને વાહનોની અવરજવર નહિવત થઈ ગઈ હતી. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પોતે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર સવાર થઈને હેડ ઓફિસ પહોંચ્યા હતા અને પોતાના સેક્રેટરી સાથે ટુ-વ્હીલર પૂલિંગ કરીને એક આદર્શ ઉદાહરણ સેટ કર્યું હતું. બીજી તરફ, રજિસ્ટ્રાર કૃષ્ણરાજસિંહ ચુડાસમા પણ પર્યાવરણના સમર્થનમાં વાહનને બદલે પગપાળા ચાલીને યુનિવર્સિટી આવ્યા હતા.
વિદ્યાર્થીઓ અને સ્ટાફને વૈકલ્પિક સાધનો વાપરવા અનુરોધ
યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તમામ અધ્યાપકો, બિન-શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સોમવારના દિવસે પોતાના અંગત વાહનો ઘરે મૂકીને આવવા અપીલ કરવામાં આવી છે. વાહનોના બદલે સાયકલ, જાહેર પરિવહન (બસ-ઓટો), કારપૂલિંગ અથવા પગપાળા મુસાફરીને પ્રાધાન્ય આપવા જણાવાયું છે. આ ઝુંબેશનો અમલ દરેક સ્તરે વ્યાપક બને તે માટે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના ડીનને પણ કડક સૂચનાઓ પાઠવી દેવામાં આવી છે.
લાખો રૂપિયાના ઈંધણની બચત અને પર્યાવરણ જાગૃતિ
એમ.એસ. યુનિવર્સિટીમાં હાલ ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હજારોની સંખ્યામાં સ્ટાફ કાર્યરત છે. સત્તાધીશોના મતે, જો તમામ લોકો આ સોમવારની મહીલામાં સક્રિય ભાગ લે, તો દર અઠવાડિયે લાખો રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ બચાવી શકાશે અને પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. વાઇસ ચાન્સેલરે ઉમેર્યું કે, આ પહેલ માત્ર ઇંધણ બચાવવા પૂરતી નથી, પરંતુ યુવા પેઢીમાં કુદરતી સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવાનો એક મોટો પ્રયાસ છે.
