સંબંધિત સમાચાર
- ગુજરાતમાં વરસાદનો નવો રાઉંડ, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
- વરસાદી પાણીમાંથી જતા હોય તો સાવધાન, અમદાવાદમાં પતિ-પત્નીને પાણીમાં કરંટ લાગતા મોત
- અમદાવાદમાં જળબંબાકાર, 12 કલાકથી વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી
- Heavy Rain In Gujarat - ગુજરાત પર એકસાથે બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય, 23-24 અને 25 ઓગસ્ટે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
- ગુજરાતમાં ક્યાક
ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને પંચમહાલમાં વાવાઝોડા સાથે વરસાદ
guajrat rain
અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં રાત્રીના સમયે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બપોર બાદ અને રાત્રે વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદી માહોલ છવાયો હતો. લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદના આગમનથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે. જોકે, એકાએક પવન અને વરસાદ શરૂ થતાં રાહદારીઓ તથા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 10 જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
#WATCH | Gandhinagar, Gujarat: Light rainfall, lightning, and strong winds sweep across the city. pic.twitter.com/mpBh9OvxIl
— ANI (@ANI) June 1, 2026
પંચમહાલ અને ગોધરામાં પ્રથમ વરસાદે જ સર્જી નુકસાની
પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત આજુબાજુના વિસ્તારોમાં વાવાઝોડા, ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી, પરંતુ પ્રથમ વરસાદમાં જ ભારે નુકસાનીના અહેવાલ સામે આવ્યા છે. અહીં 10 સોસાયટીઓને જોડતા નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી અવરજવર માટે કોતરમાં માટીનો હંગામી રસ્તો બનાવાયો હતો, જે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. આનંદનગર સોસાયટી પાસેનો આ રસ્તો ધોવાતા વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી. આ ઉપરાંત વાવાઝોડાની તીવ્રતા વધતા સાવચેતીના ભાગરૂપે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.
મહીસાગરમાં સામાન્ય વરસાદમાં વીજળી ગુલ અને જનજીવન પ્રભાવિત
મહીસાગર જિલ્લાના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ સામાન્ય વરસાદમાં જ વીજળી ગુલ થઈ ગઈ હતી અને ચારેય તરફ અંધારપટ છવાઈ ગયો હતો. ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદ અને પવનને કારણે વીજળી જતા MGVCLની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી, જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
#WATCH | Gujarat: Vadodara witnesses a sudden change in the weather as heavy rain lashes parts of the city along with strong winds. pic.twitter.com/qInvqWrgmP
— ANI (@ANI) June 1, 2026
બાલાસિનોરમાં કથાનો મંડપ ઉડ્યો અને માલવણમાં વૃક્ષ ધરાશાયી
મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને કડાણા તાલુકામાં ભારે પવન અને વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. બાલાસિનોરમાં આયોજિત શ્રીમદ ભગવત કથાના સ્થળે જોરદાર પવન ફૂંકાતા કથાનો આખો મંડપ હવામાં ઉડી ગયો હતો, જેને કારણે આયોજકો અને ભક્તોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ, કડાણા તાલુકાના માલવણ ગામે વાવાઝોડા જેવા પવનના કારણે એક વિશાળ વૃક્ષ રસ્તા પર જ ધરાશાયી થયું હતું. આ કમનસીબ ઘટનામાં વૃક્ષ અચાનક પસાર થઈ રહેલી બાઈક પર પડતાં બે યુવકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરાના સાવલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. અહીં વીજળીના જોરદાર કડાકા-ભડાકા અને ઠંડા પવનો સાથે પડેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન થયેલા લોકોને આ વરસાદથી મોટી રાહત મળી હતી અને લોકો વરસાદી મોસમની મજા માણતા જોવા મળ્યા હતા. આ વરસાદને કારણે ધરતીપુત્રો એટલે કે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ છે, કારણ કે આ વરસાદ ખેતીના આગામી કામો માટે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિ સર્જશે.
